હડકંપ:ખીરસરા ગામમાં વધુ એક ગાયનું મોત, મૃતાંક વધી 6 પર પહોંચ્યો

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોધિકાના ખીરસરા ગામમાં બે દિવસમાં 5 ગાયનાં ભેદી મોત થયા હતાં. જેમાં પશુપાલન વિભાગ દ્વારા તેનો પીએમ રિપોર્ટ કરાતા વેસ્ટ ફૂડ ખાવાથી ગાયોનાં મોત થયા હોવાનું સામે આવ્યું હતું. તેની વચ્ચે ગાયોનાં મોતનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. ગઈકાલે વધુ એક ગાયનું મોત થયું છે.

ખીરસરા ગામમાં 2 દિવસમાં એક સાથે 5 ગાયનાં મોત થયાની ઘટના સામે આવતાં માલધારીઓમાં હડકંપ મચી ગયો હતો. જોકે આ બનાવને લઈ પશુપાલન અધિકારી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 5 મૃત ગાયમાંથી એકનો પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં વેસ્ટ ફૂડ ખાવાથી ગાયને એસિડોસિસની અસર થતાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

બીજી તરફ 5 ગાયની સારવાર ચાલી રહી છે તેમાંથી ગઈકાલે વધુ એક ગાયનું મોત થયું છે. જેથી ગાયોનો કુલ મૃત્યુઆંક વધીને 6 થયો છે. સાથે હજુ 3થી 4 ગાયની સારવાર ચાલી રહી છે. જોકે આ વિસ્તારમાં બીજી વખત આવી ઘટના ન બને અને પશુઓનાં મોત ન થાય તે માટે ગ્રામપંચાયત દ્વારા ખુલ્લામાં રેસ્ટોરન્ટોનો વેસ્ટેજ ફૂડ નાખવા પર પ્રતિબંધ મુકાશે. ગાયના મોતથી માલધારીઓમાં હડકંપ મચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...