તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:એકના એક ભોજનથી કંટાળેલા કોરોના દર્દી માટે ભાત બન્યા

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોટેલમાંથી પંદર દિવસથી એક જ મેનુ આવતું હોવાથી દર્દીઓ કંટાળ્યા’તા
 • હોસ્પિટલના મેસમાં ભાત બનાવ્યા, મેનુ બદલાશે

સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ દર્દી માટે હોટેલમાંથી ભોજન આવતું હતું, એક જ સરખા મેનુને કારણે દર્દીઓ કંટાળી ગયા હતા અને રવિવારે ભોજનનો અસ્વીકાર કરતાં તંત્રવાહકોમાં દોડધામ મચી ગઈ હતી, અંતે હોસ્પિટલના મેસમાં જ દર્દીઓ માટે ભાત બનાવાયા હતા.  સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમા દાખલ દર્દી અને નર્સિંગ સ્ટાફ માટે હોટેલમાંથી બપોર અને સાંજ બંને સમયનું જમવાનું અાવે છે, રસોઇની ગુણવત્તા બાબતે અગાઉ અનેક વખત વિવાદ થયો હતો. રવિવારે બપોરે તૈયાર ડિશ હોટેલમાંથી આવી ત્યારે દર્દીઓ અને નર્સિંગ સ્ટાફે ડિશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, કેટલાક દર્દીઓએ તો રસોઇની ગુણવત્તા બાબતે ફરીથી ટકોર કરી હતી અને જમવાની ના કહી દીધી હતી અને મામલો તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા સુધી પહોંચ્યો હતો.  ડો.મહેતાએ જણાવ્યું હતું કે, દર્દીઓને દરરોજ એક જ સરખું મેનુ જમવામાં મળતું હોવાથી તેઓ એક જ મેનુથી કંટાળી ગયા હોવાથી બપોરે જમવાનો ઇનકાર કર્યો હતો, જેથી દર્દીઓ અને સ્ટાફની માંગ મુજબ સિવિલના જ મેસમાં ભાત બનાવાયા હતા અને તમામને દહીં ભાત અપાયા હતા. ડો.મહેતાએ એવું પણ કહ્યું હતું કે, હોટેલ સંચાલકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને દરરોજનું નવું મેનુ નક્કી કરવામાં આવી રહ્યું છે જેમાં અઠવાડિયામાં એકાદ દિવસ મીઠાઇ અને ફરસાણ પણ અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો