તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:એક લાખ ગુણી મગફળીની આવક, આજે યાર્ડમાં હરાજી

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

10 દિવસ પહેલા 1.50 લાખ ગુણી મગફળીનો નિકાલ થયા બાદ મંગળવારે મગફળીની નવી આવક શરૂ કરવામાં આવી હતી. રાત્રે 8 કલાકે વાહનને પ્રવેશ આપવાનું શરૂ કરાયું હતું અને 11 વાગ્યા સુધી વાહનોને યાર્ડમાં પ્રવેશ અપાયો હતો. અંદાજિત 1000 થી વધુ વાહનોમાં મગફળી ભરાઈને આવી હતી. જેમાં કુલ એક લાખ ગુણીની આવક થઈ હતી.

આજે બુધવારે હરાજી સવારે 8 કલાકે શરૂ થશે. જે ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા હોય તે તમામ મગફળી સમાઈ જાય એ માટે અનુક્રમે નદીવાળા પટમાં, તિરુપતિથી ગંગાવાળી શેરી, ઝાલાવાડથી ડીવીડીવાળી શેરીમાં, પેટ્રોલપંપ પાછળના પટમાં એમ કુલ 4 સ્થળે કરી હતી. સવારથી જ યાર્ડની બંને બાજુ આવેલા રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી હતી.

ખાદ્યતેલમાં સપ્તાહની તેજી બાદ ભાવ સ્થિર
એક સપ્તાહ સુધી સતત તેજી રહ્યા બાદ મંગળવારે તેજીમાં બ્રેક લાગતા ભાવમાં સ્થિર વલણ જોવા મળ્યું હતું. મુખ્યતેલની સાથે સાઈડતેલ પણ ટકેલા રહ્યા હતા. તેલના વધતા જતા ભાવને કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાય છે. સોમવારે એક જ દિવસમાં રૂપિયા 20નો ભાવવધારો થવાને કારણે પામોલીન તેલનો ડબ્બો 1680 એ પહોંચ્યો હતો. જોકે સિંગતેલ લૂઝનો ભાવ રૂપિયા 1375 થી 1380 બોલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો