તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:આટકોટના ખારચિયા પાસે ટ્રક અને બાઇક અથડાતાં એકનું મોત

આટકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રકનું ટાયર ફાટતાં રોંગસાઇડમાં બાઇક સાથે ટકરાયો

આટકોટ ખારચીયા પાસે સીમેન્ટ ભરેલા એક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોંગસાઇડમાં ધસી જઇને સામેથી આવતા બાઇક સાથે અથડાઇ પડ્યો હતો અને ચાલકનું ગંભીર ઇજાના લીધે મોત થયું હતું.

વીરનગરના મનસુખભાઇ સાવલિયા બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે સામેથી રોંગસાઇડમાં ધસી આવેલા ટ્રકના ચાલકે તેમને ઠોકર મારી હતી જેના લીધે મનસુખભાઈનું ગંભીર ઇજાના લીધે મોત થયું હતું જ્યારે તેમની સાથેના જય તુલસીભાઈ સાવલિયાને ગંભીર ઈજા થતા રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાસ્થળે આટકોટના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કેપી મેતા તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સિમેન્ટ ભરેલો ટ્રક ગોંડલ તરફથી આટકોટ આવી રહ્યો હતો, જ્યારે બાઈક ચાલક મનસુખભાઈ દડવા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને તાબડતોબ રાજકોટ ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો