તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:પુત્રના લગ્નના એક દિવસ પહેલા નાયબ મામલતદાર પોઝિટિવ, લગ્નમાં જ ન ગયા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને કારણે ઘણા પ્રસંગોમાં વિઘ્ન આવ્યા છે. પહેલા જે રીતે પ્રસંગો થતા તેને બદલે સાવ રીત જ બદલાઈ છે પણ કોરોનાના કારણે પુત્રના લગ્નમાં પિતાની ગેરહાજરી રહે તેવી સ્થિતિ રાજકોટમાં સર્જાઈ છે. રાજકોટના નાયબ મામલતદાર અને દક્ષિણ કચેરીમાં ઝોનલ ઓફિસર-3 તરીકે ફરજ બજાવતા એસ. આર. ગિણોયા સપ્તાહ પહેલા રજા પર ઉતર્યા હતા. તેમના પુત્રના લગ્ન હોવાથી તેઓ તૈયારીમાં લાગ્યા હતા અને પ્રસંગ ગામડે નજીકના પરિવારજનોની હાજરીમાં યોજાવાનો હતો.

જો કે તે પહેલા જ અધિકારીની તબિયત લથડતાં તેઓ રાજકોટ જ રહ્યા હતા અને સેલ્ફ આઈસોલેટ થયા હતા. સોમવારે પુત્રના લગ્ન હોવાથી તેઓએ તમામ કાળજીઓ લેવાના ભાગરૂપે ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તેઓ પોઝિટિવ આવ્યા હતા. પોતે પોઝિટિવ હોવાથી બીજા કોઇને ચેપ ન લાગે તે માટે પુત્રના લગ્નમાં પણ જવાનું ટાળ્યું હતું જેથી પ્રસંગ સારી રીતે પૂરો કરી શકાય. હાલ તેઓ હોમ આઈસોલેટ થયા છે.

જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાના જણાવ્યા અનુસાર પુરવઠા વિભાગમાં આ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ છે. બીજી તરફ વહીવટી તંત્રમાં ફરજ બજાવતા ઘણા અધિકારી-કર્મચારી તેમજ કલેક્ટર પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો