રાજકોટમાં રોગચાળો વકર્યો:રોજ એક કરોડની દવા વેચાય છે જેમાં વાઇરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુની રૂપિયા 30 લાખની દવાનું વેચાણ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ સ્ટોર દીઠ દર 100માંથી 30 વ્યક્તિ વાઇરલ ઈન્ફેક્શનની દવા લેનારા

કોરોનાની બીજી લહેર પૂરી થયાના ત્રણ માસ બાદ રાજકોટમાં વાઇરલ ઇન્ફેક્શન જેમાં શરદી, ઉધરસ, તાવ તથા ડેન્ગ્યુની દવાની ડિમાન્ડ નીકળી છે. એક અંદાજ મુજબ રાજકોટમાં છેલ્લા એક માસથી રોજ વાઇરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ અને મલેરિયાની દૈનિક 2 લાખથી વધુ દવા ખવાઇ જાય છે. આખા રાજકોટમાં રોજ એક કરોડની દવા વેચાય છે જેમાં 30 લાખ તો માત્ર વાઇરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ અને મલેરિયાની દવાનો સમાવેશ થાય છે.

એક મેડિકલમાં અંદાજિત રોજના 100 દર્દીઓ આવે છે. જેમાં 30 વ્યક્તિ વાઇરલ ઈન્ફેક્શનની દવા લેનારા છે. આ સિવાય બાળકો માટે ડાયેરિયા, શરદી, ઉધરસની દવાની ડિમાન્ડ વધુ હોવાનું મેડિકલના વેપારી નાથાભાઈ સોજીત્રા જણાવે છે. કોરોનાની બીજી લહેર બાદ આ પહેલી વખત વાઇરલ ઈન્ફેક્શનના કેસ વધુ આવ્યા છે.

કોરોનાની બીજી લહેર પૂરી થયા બાદ જૂન - જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ 15 દિવસ સુધીના સમયગાળામાં મેડિકલમાં દવાની ખરીદી માટે ગણ્યાગાંઠ્યા લોકો જ આવતા હતા. આ સમયમાં કોરોનાની સંગ્રહ કરેલી દવા પરત કરવા આવનારની સંખ્યા વધુ હતી. 15 ઓગસ્ટ બાદથી અત્યાર સુધી વાઇરલ ઇન્ફેક્શનમાં શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ અને મલેરિયાના દવાનો ઉપાડ પહેલા કરતા વધુ વધ્યો છે.

કોરોના બાદ પરિવર્તન: લોકો હવે પ્રિસ્ક્રિપ્શન લઈને જ આવે છે
કોરોના પહેલાના તબક્કામાં જ્યારે વાઇરલ ઈન્ફેક્શનના કેસ હતા ત્યારે લોકો સેલ્ફ મેડિકેટેડ બનતા હતા, પરંતુ કોરોના બાદ હવે લોકોમાં પરિવર્તન અને જાગૃતતા બન્ને જોવા મળ્યા છે. જે લોકો દવા ખરીદી કરવા માટે આવે છે તે પ્રિસ્ક્રિપ્શન લઈને જ આવે છે. તેમ દવાના વેપારી હિરેનભાઈ થાનકી જણાવે છે.

કઈ દવાની કેટલી ખરીદી થાય છે

દવાગોળી
એન્ટિબાયોટિક30 હજાર
એન્ટિઈનસ્ટામેનિક30 હજાર
એન્ટિઈન્ફામેટલી70 હજાર
ઈમ્યુનિટી અને વિટામિન70 હજાર
અન્ય1000થી વધુ
અન્ય સમાચારો પણ છે...