તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરરાષ્ટ્રિય મહિલા દિન:એક મંડળ ખાતર બનાવશે જેનો ઉપયોગ બીજી મંડળી નર્સરીમાં કરશે

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં નર્સરી બનશે તે બનાવવા માટે પણ નરેગા યોજના અંતર્ગત મહિલાઓને અપાશે રોજગાર

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સખી મંડળોને સદ્ધર કરવાના પ્રયત્નના ભાગરૂપે અલગ અલગ આયોજન હાથ ધરાય છે તે પૈકી જસદણ-વીંછિયામાં એક નવો પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.જિલ્લા લાઈવલીહૂડ મેનેજરના જણાવ્યા અનુસાર વીંછિયામાં સખી મંડળ છોડ ઉછેર નર્સરી શરૂ કરી રહ્યા છે. આ માટેની જગ્યા એક મહિલા સભ્યનું ખેતર નક્કી કરાયું છે. અહીં નર્સરી બનાવવા માટે જે જરૂરી કામ કરવું પડશે તે માટે નરેગા હેઠળ થશે તેથી સખી મંડળના બહેનો જ તેમાં કામ કરશે અને નર્સરી બને ત્યાં સુધીમાં દૈનિક રોજગાર પણ અપાશે.

જ્યારે નર્સરી બની જશે ત્યારે તેમને છોડ વેચાણથી આર્થિક લાભ થશે. માત્ર એટલું જ નહીં નર્સરી બને એટલે તે માટે કમ્પોસ્ટ ખાતરની જરૂર પડે અને તે માટે જસદણની સખી મંડળની બહેનો ઓર્ગેનિક ખાતર માટે પ્લાન્ટ શરૂ કરી રહી છે તેથી ખાતરની ખરીદી ત્યાંથી જ થશે. આ રીતે પોત પોતાના એકમોમાંથી એક બીજાને માલ આપીને આર્થિક સદ્ધર થશે. નર્સરી અને ખાતરના સહવ્યવસાયનો રાજકોટમાં આ પ્રથમ પ્રયોગ છે. બંને એકમો શરૂ થયા બાદ તબક્કાવાર દરેક તાલુકામાં અમલી બનાવાશે આ ઉપરાંત અન્ય પણ આવા વ્યવસાયોની શોધ કરાશે. જેમાં એક કરતા વધુ સખી મંડળો જોડાઈ શક

અન્ય સમાચારો પણ છે...