LIVE દ્રશ્યો:રાજકોટમાં કેડસમા પાણીમાં ઓટલે ઉભેલું બાળક અચાનક નીચે પડ્યું, ડૂબવા લાગતા સ્થાનિક વ્યક્તિએ દોડીને બચાવ્યું

રાજકોટ2 વર્ષ પહેલા
સમગ્ર ઘટનાક્રમ વીડિયોમાં કેદ થયો
  • લાલ બહાદુર શાસ્ત્રીનગર શેરી ન. 9માં ભારે વરસાદથી પાણી ભરાયું હતું
  • રાજકોટમાં 4 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજકોટના લાલ બહાદુર શાસ્ત્રીનગર શેરી નં. 9માં ભારે વરસાદથી કેડસમા પાણી ભરાયા હતા. લોકો ચાલીને પાણીમાં ચાલીને પસાર થઇ રહ્યા હતા. ત્યારે ઓટલે ઉભું એક બાળક અચાનક નીચે પાણીમાં પડ્યું હતું અને ડૂબવા લાગ્યું હતું. એક વ્યક્તિની નજર જતા દોડીને બાળકને ઉઠાવી લીધું હતું અને બાળકનો જીવ બચાવ્યો હતો. શેરીમાં 4થી 5 ફૂટ સુધી પાણી ભર્યું હતું.

ઓટલા પર બાળક ઉભું હતું અને અચાનક પાણીમાં પડ્યું
રાજકોટમાં આજે 4 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીનગરમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. શેરી નં. 9માં તો 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયા હતા. ત્યારે એક ઘરની બહાર ઓટલા પર બાળક ઉભું હતું ત્યારે અચાનક તેનો પગ લપસતા તે વરસાદી પાણીમાં પડ્યું હતું. બાળક ડૂબવા લાગતા પાણીમાં ચાલીને ઘર તરફ જતા અક વ્યક્તિનું ધ્યાન ગયું અને જરા પણ વિલંબ કર્યા વગર દોડીને બાળકને હાથમાં ઉચકી લીધું હતું. 

અન્ય સમાચારો પણ છે...