રાજકોટ શહેરમાં કોરોનાના કેસ કરતા હવે મચ્છરજન્ય રોગથી તંત્રની બીક વધી છે અને તે કારણે જ માત્ર એક જ કેસ આવતા 12 ઘરને નોટિસ ફટકારાઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં શનિવારે નવા 23 કોરોના પોઝિટિવ જાહેર થયા છે જ્યારે 27 દર્દીને ડિસ્ચાર્જ કરતા એક્ટિવ કેસનો આંક ઘટીને 239 થયો છે અને આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 64496 થયો છે.
છેલ્લા 2 વર્ષથી મચ્છરજન્ય રોગોની સંખ્યા ઓછી રહી છ હવે કોરોના ધીરે ધીરે ઓછો થઇ ગયો છે પણ વરસાદ બાદ ડેન્ગ્યુ, મલેરિયા માથું ઊંચકશે જ તેવી પૂરી શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે. આ કારણે હવે જ્યાં પણ કેસ આવે ત્યાં તૂટી પડવા તંત્ર તૈનાત થયું છે.
વોર્ડ નં. 11માં શાસ્ત્રીનગરમાં એક ડેન્ગ્યુનો કેસ મળી આવતા મલેરિયા શાખાના મોટાભાગના કર્મચારીઓ વિસ્તારમાં ફરી વળ્યા હતા અને સરવે હાથ ધર્યો હતો તેમજ ફોગિંગ કરાયું હતું. આસપાસના ઘરોને ચકાસાયા હતા જે પૈકી ટાયર, છોડના કુંડા, ૫ક્ષીકુંજ, ખાલી પ્લાસ્ટિક બોટલ, પ્લાસ્ટિકની ખુરશી વગેરેમાં જમા થયેલા પાણીમાં મચ્છરના પોરા મળી આવતા 12 ઘરમાં નોટિસ ફટકારાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.