• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • One Case Every Half Hour In The Villages Of Rajkot District, 64 Cases Were Received From The Villages In 72 Hours Of The New Year, Omicron Also Reached The Taluka

ગામડે-ગામડે કોરોના:રાજકોટ જિલ્લાના ગામોમાં દર સવા કલાકે એક કેસ, નવા વર્ષના દિવસમાં ગામડાંઓમાંથી 64 કેસ મળ્યા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ લહેરને બીજી લહેરમાં ગામડાને બચાવ્યા બાદ લોકડાઉન જેવા કડક પગલાં લેવાયા હતા
  • ઉપલેટાની મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 વિદ્યાર્થી સંક્રમિત થતાં DEOએ સ્કૂલ બંધ કરાવી

રાજકોટ શહેર અને જિલ્લામાં તંત્રનાં અથાગ પ્રયાસો છતાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ પહેલા શહેરમાં કોરોનાનાં કેસો વધુ નોંધાતા હતા. પરંતુ નવા વર્ષનાં જાન્યુઆરી મહિનામાં ગામડાઓમાં પણ કોરોના ફેલાયો હોય તેમ જાન્યુઆરીનાં માત્ર 72 કલાકમાં જુદા જુદા ગામોમાં મળી 64 કેસ નોંધાયા છે. જેને લઈ હવે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી છે. સંક્રમણને અટકાવવા ગામડાઓમાં પણ રસીકરણ અને ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પહેલી તારીખે 20 કેસ નોંધાયા હતા
જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે 20 કેસ નોંધાયા હતા. જ્યારે બીજી તારીખે વધુ 20 અને ત્રીજી તારીખે આ સંખ્યા વધીને 24 કેસ સામે આવ્યા હતા. એટલે કે અંદાજે દર સવા કલાકે જ ગામડાઓમાં પણ એક-એક કેસ નોંધતો હોવાનું સ્પષ્ટ થયું છે. બીજી તરફ શહેરમાં પણ જુદા-જુદા પાંચ સ્થળોએ ટેસ્ટિંગ બુથ શરૂ કરવા સહિતનાં અનેક પ્રયાસો વચ્ચે દરરોજ 40 કેસ નોંધાઈ રહ્યા છે. જો આમ જ રહ્યું તો રાજકોટ શહેર ઉપરાંત ગામડાઓ પણ કોરોનાનાં ભરડામાં આવી જશે તેવું લાગી રહ્યું છે.

DEO બી.એસ.કૈલાની ફાઈલ તસવીર
DEO બી.એસ.કૈલાની ફાઈલ તસવીર

DEOએ શાળા બંધ કરવાનો આદેશ આપ્યો
ગઈકાલે ઉપલેટાની ધ મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલના ધો.1થી 10ના ગુજરાતી-અંગ્રેજી માધ્યમનાં 12 વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.જેને પગલે આજે રાજકોટ DEO બી.એસ.કૈલાએ શાળા બંધ કરવાનો આદેશ આપ્યો છે. અને આ મુદ્દે નિવેદન આપતા મીડિયાને જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ 5 શાળાઓ કોરોનાના કેસ આવતા તેને બંધ કરાઇ છે. જે શાળામાં કોરોનાના કેસ આવ્યા હશે તેવી શાળાઓમાં પણ રસીકરણ કરાશે તેના માટે અન્ય શાળામાં વિધાર્થીઓને બોલાવીને તેમનું રસીકરણ થશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઓમિક્રોનના કુલ કેસ 6 થયા
ઉલ્લેખનીય છે કે ધ મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં કોરોના વિસ્ફોટ થતા મેનેજમેન્ટ દ્વારા 8 દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ત્રંબામાં 21 અને 22 વર્ષના બે યુવાન ઓમિક્રોન પોઝિટિવ જાહેર થતા જિલ્લામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ કેસ 6 થયા છે.