ક્રાઇમ:દોઢ મહિના પૂર્વે પ્લાન ઘડ્યો, રેકી બાદ લૂંટ કરી, સૂત્રધાર સહિત 4 ઝડપાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટમાં આઠ દી’ પહેલા થયેલી19.56 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
  • 1.50 લાખની રોકડ, વાહનો, મોબાઇલ મળી 5.28 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટમાં સોનીબજાર પાસે આવેલા ખત્રીવાડમાં આંગડિયા પેઢીના મેનેજર પાસેથી રૂ.19.56 લાખની થયેલી લૂંટના પ્રકરણમાં પોલીસે ચાર આરોપીને ઝડપી લઈ કેટલોક મુદામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન લૂંટમાં મહેસાણા તરફના શખ્સોની સંડોવણી હોવાની માહિતી મળી હતી. તે દરમિયાન પ્રૌઢ જે આંગડિયા પેઢીમાં કામ કરે છે તે પેઢીની સામે એસ.આર.આંગડિયા પેઢીમાં નોકરી કરતો મૂળ પાટણના મેરવાડા ગામનો જોરૂભા ઉર્ફે જોરસંગ જીવાજી દરબાર શંકાના દાયરામાં આવતા પોલીસે તેને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછમાં જોરૂભાએ વટાણા વેરી દઇ તેના સહિત છ લોકોએ સાથે મળી લૂંટ કર્યાની કબૂલાત આપી હતી. રજનીકાંતભાઇ રોજ તેમની પેઢીમાંથી લાખો રૂપિયાની રોકડ લઇને એકલા જતા હોવાની ખબર હોય મહેસાણા રહેતો કૌટુંબિક ભાણેજ જશપાલસિંહ કેસરીસિંહ ઝાલાને લૂંટ કરવાની વાત કરી હતી.

જેથી જશપાલસિંહે લૂંટને અંજામ આપવા વધુ લોકોની જરૂર હોવાનું કહ્યું હતું અને તેને તેના મિત્ર રાધનપુરના મનુજી ઉર્ફે મનોજ અજમલસિંહ ઠાકોર, અંજારનો છત્રપાલસિંહ હર્ષદસિંહ સોલંકી, મહેસાણાના પ્રતાપજી ઉર્ફે કિરણ પ્રહલાદજી ઠાકોર અને સંજયજી સોમાજી ઠાકોરને લૂંટ કરવા અંગેની વાત કરી દોઢ મહિના પૂર્વે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

બાદમાં થોડા દિવસ પહેલા બધા રાજકોટ આવીને રજનીકાંત પંડ્યાની ઓફિસથી ઘર સુધીના રૂટની રેકી કરી હતી. પોલીસે તેમની પાસેથી દોઢ લાખની રોકડ, કાર, બાઇક તેમજ ચાર મોબાઇલ મળી કુલ રૂ.5.28 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેયની ધરપકડ કરી છે. મનુજી અને છત્રપાલને પકડવા તેમજ હથિયાર જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...