ક્રાઇમ:માણેકવાડામાં વાડીમાંથી દોઢ લાખનો વિદેશી દારૂ પકડાયો

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ લાખનો દારૂ કબજે, દરોડા બાદ વાડીમાલિક ફરાર થઇ ગયો

રાજકોટ શહેર અને જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો પકડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે કોટડાસાંગાણી તાબેના માણેકવાડા ગામે રહેતા જિતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા નીરૂભા જાડેજા નામના શખ્સની સીમમાં આવેલી વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની જિલ્લા પોલીસની ગુનાશોધક શાખાને માહિતી મળી હતી.

જે માહિતીના આધારે એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ સહિતના સ્ટાફે ગત મોડી રાતે જૂની ખોખરી માર્ગ, જાડીધાર વિસ્તારમાં આવેલી વાડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વાડીમાંથી એક બાઇક મળી આવ્યું હતું, પરંતુ ત્યાંથી કોઇ શખ્સ મળી આવ્યો ન હતો. દરમિયાન વાડીમાં તપાસ કરતા ત્યાંથી રૂ.1,41,600ના કિંમતની વિદેશી દારૂની 367 બોટલ મળી આવી હતી.

છ મહિનાથી ફરાર બૂટલેગર પકડાયો
અગાઉ ક્રાઇમ બ્રાંચે દારૂના બે દરોડા પાડી 3 શખ્સને પકડી પાડ્યા હતા. જેમની પૂછપરછમાં દારૂનો જથ્થો જંગલેશ્વરમાં રહેતા મહેબૂબ ઉર્ફે મેબલો ઉર્ફે બેરો અલ્લારખા અજમેરીએ આપ્યો હોવાનું ખૂલ્યા બાદ બુધવારે તેને ઝડપી લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...