• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • On Wednesday, 31 New Cases Were Reported, 1200 People Were Tested, The Highest Number Of Cases Was Ward No. Came From 10 And 11

કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે નવા 43 કેસ નોધાયા, 36 દર્દી ડિસ્ચાર્જ, 239 દર્દી સારવાર હેઠળ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં આજે નવા 43 કેસ નોંધાયા છે. 36 દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલ 239 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64444 પર પહોંચી છે.

આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા
જે નવા કેસ આવ્યા છે તેમાં ગીતાનગર, વિજય પ્લોટ, કેવડાવાડી, ગોપાલનગર, નાડોદાનગર, હાપલિયાપાર્ક, સીતારામપાર્ક, લક્ષ્મી સોસાયટી, જીવરાજપાર્ક, નક્ષત્ર, મવડી, ભીડભંજન સોસાયટી, જલારામ સોસાયટી, ગાર્ડન સિટી, ગોકુલધામ, મનહર પ્લોટ, ભવાનીનગર, રાજીવનગર, કૈલાસધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કૈલાસધારા પાર્ક સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જે પૈકી સૌથી વધુ કેસ વેસ્ટ ઝોનના વોર્ડ નં. 10 અને 11માંથી આવ્યા છે.

ટેસ્ટની સંખ્યા હજુ વધી નથી
શહેરમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે પણ તેટલા ટેસ્ટની સંખ્યા હજુ વધી નથી. મંગળવારની સ્થિતિએ રાજકોટ શહેરમાં 1200 ટેસ્ટ થયા હતા જ્યારે 41 પોઝિટિવ કેસ આવ્યા હતા આ કારણે પોઝિટિવિટી રેટ 3.31 ટકા થયો છે. તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે કેસની સંખ્યા હજુ પણ વધશે તેવી શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે.