તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય સભા:ગુરુવારે જિ. પં.ની સામાન્ય સભા, સભ્ય‘પતિ’ઓને પ્રવેશબંધી, અધિકારીઓના ‘વારા’ નીકળશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 100 બેઠકની ક્ષમતા ધરાવતા હોલમાં યોજાશે

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરુવારે મળનારી છે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ફરજિયાત રહેશે પણ સભા જ્યાં મળે છે તે સભાખંડની ક્ષમતા 100 બેઠકની જ છે જેમાં 35 સભ્ય, કેટલાક મહિલા સભ્યોના પતિઓ, આગેવાનો, અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત તમામને બેસવાનું હોય છે. 

બધા સાથે સામૂહિક ચર્ચા કરવાના વિકલ્પ પર વિચાર કરાયો નથી
આ તમામને સભાખંડમાં બેસાડાય તો સોશિયલ ડિસ્ટન્સિંગ મુજબ જગ્યા ઘટે છે તેથી નવો નિર્ણય લેવાયો છે. જે મુજબ સભામાં તમામ 35 સભ્ય હાજરી આપશે. જો કે સભ્યોમાં 50 ટકા સ્ત્રીઓ છે છે તેથી દર વખતે તેમના પતિઓ પણ સભામાં રહે છે પણ હવે તેમને પ્રવેશ અપાશે નહીં. આ ઉપરાંત બધા વિભાગના અધિકારીઓને બોલાવવાને બદલે માત્ર વર્ગ-1ના જ અમુક અધિકારીઓ રહેશે. બાકીના તમામ સભાખંડની બાજુના વીસી રૂમમાં રહેશે. જ્યારે કોઇ પ્રશ્ન પૂછાય કે રજૂઆત હોય ત્યારે જે તે અધિકારીને વારાફરતી બોલાવાશે અને ફરી તેમને વીસી રૂમમાં જવાનું રહેશે તે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે આયોજન કરાયું છે મનપાની જેમ મોટા ઓડિટોરિયમ કે હોલમાં સભા રાખીને બધા સાથે સામૂહિક ચર્ચા કરવાના વિકલ્પ પર વિચાર કરાયો નથી. 

સામાન્ય સભામાં માત્ર 22 પ્રશ્નો જ પૂછાયા, આરોગ્ય પર તડાપીટ 
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં માત્ર 22 જ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને મોટાભાગના પ્રશ્નો આરોગ્ય વિભાગને લગતા છે. કેટલાક ગામોમાં આરોગ્ય કેન્દ્રો મંજૂર થવા છતાંં બન્યા નથી, કોરોનાની કામગીરી કેવી રહી તેમજ બાલસભા યોજના, ગેરકાયદે ગર્ભપરીક્ષણ સહિતના મુદ્દાઓ સભ્યોએ ઉઠાવ્યા છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં કામની મંજૂરી સુધ્ધાઓ ન મળી તેના કારણો અંગે પણ જવાબ માગવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...