તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:રાજકોટ રેલવેની ખાલી જમીન પર 22 કર્મીએ પાંચ વર્ષમાં 2000 વૃક્ષ ઉછેર્યા

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પહેલા માત્ર 3 જ વૃક્ષ હતા, પથરાળ જમીન ખેડીને 22 પ્રકારના વૃક્ષ વાવ્યા

રાજકોટ રેલવે વિભાગ હેઠળ આવતા ફૂટબોલ ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ અને ખાલી પ્લોટમાં 22 કર્મચારીએ પાંચ વર્ષમાં 2 હજાર વૃક્ષ વાવીને બંજર જમીનને હરિયાળી બનાવી દીધી છે. આ જમીન પર પહેલા માત્ર 3 જ વૃક્ષ હતા. એટલું જ નહિ 24 કલાક વૃક્ષોને પાણી મળી રહે તે માટે રાજકોટ રેલવે ડિવિઝન સ્પોર્ટસ એસોસિએશનના ફૂટબોલના સિનિયર ખેલાડીએ 80 હજારના ખર્ચે ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ વસાવી છે.

રાજકોટ રેલવે ડિવિઝન સ્પોર્ટસ પ્લેયર અજયભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત આજથી પાંચ વર્ષ પહેલા કરી હતી. ત્યારે ફૂટબોલ ગ્રાઉન્ડ પર માત્ર 3 જ વૃક્ષ હતા. ખેલાડીઓને બ્રેક સમયે છાંયડો મળી રહે અને પર્યાવરણનું જતન થાય તે માટે વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું. આ માટે પહેલા જમીનમાં ખોદકામ કર્યું અને ત્યારબાદ એક પછી એક વૃક્ષનું વાવેતર કર્યુ. શરૂઆતના તબક્કે વૃક્ષોને પાણી મળી રહે તે માટે પાઈપલાઇન ગોઠવી હતી, પરંતુ ધીમે ધીમે વૃક્ષોની સંખ્યા વધતા પાણીની પાઈપલાઇનથી દરેક વૃક્ષોને પાણી આપવું થોડું મુશ્કેલ બનતું હતું. તેથી પાંચ કર્મચારીઓએ પોતાને મળવાપાત્ર ફેસ્ટિવલ એડવાન્સની રકમ ઉપાડી લીધી અને તેમાંથી ડ્રિપ ઈરિગેશનની સિસ્ટમ વિકસાવી. કુલ બે તબક્કામાં આ ડ્રિપ ઈરિગેશનની સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

અત્યારે લોકો કોલોનીમાં આવેલ ફૂટબોલ ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ અને ખાલી પ્લોટ પર 2000 જેટલા વૃક્ષો આવેલા છે. કુલ 22 પ્રકારના વૃક્ષ વાવ્યા છે. જેમાં લીમડો, વડ,પીપળો ઉપરાંત ઔષધિયુક્ત વૃક્ષોનો સમાવેશ થાય છે. ફરજ નિભાવ્યા બાદનો જે સમય છે તે સમયમાં અલગ અલગ કર્મચારીઓ વૃક્ષ જતનની જવાબદારી પણ સંભાળે છે.

અન્ય સમાચારો પણ છે...