ફરિયાદ:હરિદ્વાર કથામાં લઇ જવાના બહાને આયોજક રૂ.1 લાખ ચાઉ કરી ગયો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23 લોકો પાસેથી રૂ.3100 લેખે રોકડ મેળવી આયોજક નાસી ગયો

હરિદ્વાર કથામાં લઇ જવાના બહાને આયોજક છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રૈયા રોડ, જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ મોહનભાઇ પૂજારાએ મૂળ અમરેલીના અને હાલ દોઢસો ફૂટ રિંગ રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસમાં રહેતા ઉમેશ માવજીભાઇ શેખાવત સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સાત મહિના પહેલા હરિદ્વાર જવાનું હોય આરોપી ઉમેશનો સંપર્ક કર્યો હતો. જેથી તેના ઘરે મળવા ગયા હતા.

અને તેને હરિદ્વારમાં અઠવાડિયા સુધી રહેવા, જમવાનું મળી વ્યક્તિ દીઠ રૂ.3100 નક્કી કર્યા હતા. જેથી પાડોશમાં વાત કરતા પોતાના અને પત્ની સહિત 23 લોકો આ જાત્રાએ જવાનું નક્કી કર્યું હતું. અને કુલ રૂ.1.08 લાખની રકમ ઉમેશને આપી હતી. દરમિયાન ઉમેશે તા.5-5ના રોજ હરિદ્વાર જવાનું નક્કી થયું હતું. અને બધાની રેલવે ટિકિટ આવી જશેની વાત કરી હતી, પરંતુ નિયત કરેલી તારીખ સુધી કોઇ ટિકિટ નહિ આવતા ઉમેશનો સંપર્ક કરવા મોબાઇલ લગાડ્યો હતો, પરંતુ તેનો મોબાઇલ લાગ્યો ન હતો. તપાસ કરવા છતાં ઉમેશની કોઇ ભાળ નહિ મળતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...