ભાસ્કર ઈનસાઈડ:યોજના કાગળ પર, આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ફાયદો થશે, રાજકોટને લાભ અંગે સ્પષ્ટતા નહીં!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બેટી ગામે બનનારી જળાશય યોજના અંગે ભાજપના ધારાસભ્ય દ્વારા અગાઉ અનેક વખત રજૂઆતો કરાઈ હતી. અગાઉ ફાઇલ મુકવામાં આવી ત્યારે આ સ્થળે જળસ્રોત બનાવવાની ના આવી હતી, બાદમાં ત્રણ વર્ષ બાદ સરકારે જગ્યા નક્કી કર્યા બાદ દોઢ વર્ષ બાદ ધારાસભ્ય દ્વારા ફરી ફાઇલ મુકવામાં આવી હતી, ત્યારે સરવે, રિ-સરવે કરાયા હતા.

પરંતુ હિરાસર એરપોર્ટ ખૂબ જ નજીક હોવાથી એરપોર્ટ ઓથોરિટીના એનઓસીના કારણે કામગીરી અટકી હતી. અંતે એરપોર્ટ ઓથોરિટીએ બેટી ખાતે જળાશય બનાવવા અંગે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપતા આ કામગીરી વેગવંતી થઇ છે.

સિંચાઇ વિભાગના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, આ યોજના હજુ કાગળ પર જ છે. પ્રાથમિક સ્તરે જળસ્રોતમાં 20 એમસીએફટી જળસંગ્રહ થાય તેવું આયોજન છે. હાલ તો એટલું જ કહી શકાય કે, આ જળસ્રોતથી બેટી પંથકના ગ્રામ્ય વિસ્તારોને ચોક્કસ ફાયદો થશે. રાજકોટ શહેરના લોકોને આ જળસ્રોતમાંથી પીવાનું પાણી કેટલું મળશે? તે જળાશયની ડિઝાઇન તૈયાર થયા બાદ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...