તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ મનપાનું જનરલ બોર્ડ:વિપક્ષનો અનોખો વિરોધ, માસ્ક પર લખ્યું ‘મોદી સાહેબ રાજકોટના નેતાઓને પૂછો કોરોના સમયે ક્યાં હતા’

રાજકોટ3 મહિનો પહેલા
માસ્ક પર બેનર લગાડી વિરોધ કર્યો.
  • માસ્ક પર લખ્યું-લોકો પાસેથી એકત્ર કરવામાં આવેલો દંડ પાર્ટી ફંડમાં ઉપયોગ ન કરવો

રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ છે. ત્યારે વિપક્ષના સભ્યો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ 4 કોર્પોરેટરે પહેરેલા માસ્ક પર વિવિધ લખાણ લખવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, મોદી સાહેબ રાજકોટના નેતાઓને પૂછો કોરોના સમયે ક્યાં હતા, જનરલ બોર્ડમાં પ્રજાના અગત્યના પ્રશ્નોની જ ચર્ચા કરવી, લોકો પાસેથી એકત્ર કરવામાં આવેલો દંડ પાર્ટી ફંડમાં ઉપયોગ ન કરવો અને કોરોના મૃત્યુના સાચા આંકડા આપો.

સોશિયલ ડિસ્ટન્સ સાથે મનપા કચેરીમાં જનરલ બોર્ડ મળ્યું
સરકારની ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન થાય તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં બે કોર્પોરેટર વચ્ચે બે ખુરશી ખાલી રાખવામાં આવી હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ માસ્કર પર બેનર લગાડી અનોખો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આ વિરોધ લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ વાવાઝોડામાં થયેલા નુકસાનનો મુદ્દો પણ ઉછળ્યો હતો.

કોંગ્રસના 4 કોર્પોરેટરનો અનોખો વિરોધ.
કોંગ્રસના 4 કોર્પોરેટરનો અનોખો વિરોધ.

કોરોનામાં મૃત્યુના સાચા આંકડા આપો
કોંગ્રેસના કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં કોરોનામાં મૃત્યુના સાચા આંકડા જાહેર કરવા મનપા કમિશનર અને સત્તાધિશોને જણાવ્યું હતું. જનરલ બોર્ડમાં કોંગ્રેસના ચારેય કોર્પોરેટર હાજર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં રાજકોટ મનમાની 72 બેઠકમાં 68 બેઠક ભાજપની અને 4 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...