નરો વા કુંજરો વા:રાજકોટમાં હિન્દુવાદી નિવેદન મુદ્દે વજુભાઈ વાળાએ કહ્યું- નીતિનભાઈનું નિવેદન વ્યક્તિગત છે, હું કોઈના સ્ટેટમેન્ટનાં વખાણ કે ટીકા નથી કરતો

રાજકોટ5 મહિનો પહેલા
અફઘાનિસ્તાનમાં કેવા પ્રકારનાં પગલાં લેવા જોઈએ એ સરકાર વિચારે છે : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા
  • અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા મુદ્દે ભારત સરકાર ચિંતિત છે : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા

રાજકોટમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમીની ઉજવણી અર્થે શહેરમાં 37મી રથયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મીડિયાને જણાવ્યું હતું કે નીતિનભાઈનું નિવેદન વ્યક્તિગત છે, હું કોઈના સ્ટેટમેન્ટનાં વખાણ કે ટીકા નથી કરતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા મુદ્દે ભારત સરકાર ચિંતિત છે. કેવા પ્રકારનાં પગલાં લેવા જોઈએ એ સરકાર વિચારે છે. ભારત સરકાર નીતિ નક્કી કરશે.

આજની આ શોભાયાત્રા નિયમો અનુસાર નીકળી છે
આજની આ શોભાયાત્રા નિયમો અનુસાર નીકળી છે

શોભાયાત્રા નિયમો અનુસાર માત્ર 200 લોકોની હાજરીમાં જ નીકળી
વધુમાં વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે આજની આ શોભાયાત્રા ગત વર્ષે કોરોનાના કેસો વધારે રહેતાં રદ કરાઈ હતી, પરંતુ આ વર્ષે નિયમો અનુસાર માત્ર 200 લોકોની હાજરીમાં જ નીકળી છે અને દર વર્ષે 50થી 60 આકર્ષક ફ્લોટ્સને બદલે આ વખતે ડિસ્ટન્સ જળવાય અને સંક્રમણ ન ફેલાય એ માટે માત્ર મુખ્ય રથ અને પાંચ અન્ય વાહનો જ એમાં જોડાયા છે.

હિન્દુઓની સંખ્યા ઘટી એ જ દિવસથી કોર્ટ કચેરી નહીં રહે : નીતિન પટેલ
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે એ પછી કશું જ બાકી નહીં રહે. હિન્દુઓની સંખ્યા ઘટી એ જ દિવસથી કોર્ટ-કચેરી નહીં રહે, કાયદો નહીં રહે, લોકશાહી નહીં રહે, બંધારણ નહીં રહે અને બધું જ હવામાં ઊડી જશે, દફનાવી દેવામાં આવશે. નીતિન પટેલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના નેતાઓ, પદાધિકારીઓની હાજરીમાં આ નિવેદનો આપ્યાં હતાં.

નીતિન પટેલ લોકશાહી સમાપ્ત કરવા એલફેલ નિવેદનો આપી રહ્યા છે : ભરતસિહ સોલંકી
નીતિન પટેલ લોકશાહી સમાપ્ત કરવા એલફેલ નિવેદનો આપી રહ્યા છે : ભરતસિહ સોલંકી

ભાગલા પડાવી રાજ કરવાની શરૂઆત નીતિનભાઈએ કરી : ભરતસિહ સોલંકી
ગઈકાલે વડોદરા ખાતે કોંગ્રેસનેતા ભરતસિહ સોલંકી સામાજિક પ્રસંગમાં આવ્યા હતા. એ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન સામે ભરતસિંહે વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી બંધારણીય ફરજ અદા કરવા બંધાયેલા છે. 2022ની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે અને ભાગલા પડાવી રાજ કરવાની શરૂઆત નીતિન ભાઈએ કરી છે. અનેક લોકોએ દેશમાં રાજ કર્યું છે અને તમામ ધર્મના લોકો થકી રાજ ચલાવવામાં આવ્યું છે. લોકશાહી સમાપ્ત કરવા એલફેલ નિવેદનો આપી રહ્યા છે નીતિન પટેલ.

અન્ય સમાચારો પણ છે...