રાજકોટના રૈયા રોડ પર આવેલા ઓવરબ્રિજ પર શુક્રવાર રાત્રે તિરાડો અને ગાબડાં પડી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અને કોર્પોરેશનના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આ અંગે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ ખુલાસો કરતા મીડિયાને જણાવ્યું હતું કે,જોઇન્ટની જગ્યામાં પોપડુ પડ્યું છે.કોઈ ગંભીર સમસ્યા નથી.
ગાબડું આજે રીપેર કરી આપવામાં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,વેસ્ટ ઝોન કચેરીના એન્જીનિયરો દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું, રૈયા જંકશન બ્રિજની તપાસ કરતા જોઇન્ટની જગ્યામાં માત્ર પોપડુ જ પડ્યું હતું. આમા બ્રિજ બંધ રાખવો પડે તેવો કોઈ પ્રશ્ન નથી. પડેલ ગાબડું આજે રીપેર કરી આપવામાં આવશે.
અન્ય બ્રિજની ચકાસણી કરવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,અન્ય બ્રિજના જોઇન્ટ ચકાસવાના અનુસંધાને ગઈકાલ રાતના ફાયરબ્રિગેડની મદદથી અન્ય બ્રિજની ચકાસણી પણ કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકાના કોઇપણ પ્રોજેક્ટ ટેન્ડરની શરતો અને ક્વોલિટી મુજબ પ્રોજેક્ટ બને તે માટે અધિકારીઓને તાકીદ કરેલ હતી.
લોકાર્પણના 3 વર્ષમાં ગાબડાં પડ્યાં
નોંધનીય છે કે 150 ફૂટ રિંગરોડ પર રૈયા ચોકડી નજીક આ ઓવરબ્રિજ બનાવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ્યારે સીએમ પદ પર હતા ત્યારે તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ આ બ્રિજ બન્યાના બે થી ત્રણ વર્ષ જ વીત્યા છે. એવામાં બ્રિજની સાઈડના ભાગમાં તિરાડો અને ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ બ્રિજમાં ગાબડા પડવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.