સાંસદ કુંડારીયાનો લૂલો બચવા:રાજકોટ સિવિલના ICU વોર્ડમાં બંધ AC મુદ્દે કહ્યું: મેં અગાઉ પણ AC આપ્યા હતા, હજુ નવા આપવાની મારી તૈયારી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંસદ મોહન કુંડારીયાએ પત્રકાર પરિષદ યોજી - Divya Bhaskar
સાંસદ મોહન કુંડારીયાએ પત્રકાર પરિષદ યોજી
  • 2 દિવસ પહેલા ICUમાં એ.સી. બંધ, હાર્ટએટેકના દર્દીને શર્ટ કાઢી બેસવું પડ્યું હતું
  • હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશ અંગે કહ્યું: કોઈ દેશ સેવા કરવા સાચા દિલથી આવે તો આવકાર્ય

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ પહેલા ICU વોર્ડના એક રૂમનું AC બંધ થવાની ઘટના બની છે. જેના પગલે સારવાર લઈ રહેલા હાર્ટ એટેકના દર્દીને ગભરામણ થવા લાગી હતી. આ મુદ્દે સાંસદ મોહન કુંડારીયાએ પત્રકાર પરિષદ યોજી મીડિયાને જણાવ્યું હતું કે, મેં અગાઉ પણ AC આપ્યા હતા અને હજુ નવા AC આપવાની મારી તૈયારી છે. હજુ AC બંધ હશે તો તાત્કાલિક અસરથી રીપેર કરવામાં આવશે

શું હતી ઘટના
2 દિવસ પહેલા વહેલી સવારે 7 વાગ્યે ભાનુભાઈ નામના પ્રૌઢને સિવિલમાં દાખલ કરાયા હતા તેમને હાર્ટએટેક હોવાનું નિદાન થતા તાત્કાલિક ICUમાં દાખલ કરાયા હતા પણ તે વિભાગનું એસી જ બંધ હતું.એક તરફ હાર્ટએટેકની તકલીફ અને બીજી બાજુ ગરમી હતી. સૂઈને આરામ કરવાનું ફરજિયાત હોવા છતાં દર્દીને શર્ટ કાઢીને બેડ પર બેસવું પડ્યું હતું અને તબિયત બગડતી જતી હતી આખરે બપોર કોઇપણ રીતે પસાર ન થતા 4 વાગ્યાની આસપાસ તેમને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

સિવિલની ફાઈલ તસવીર
સિવિલની ફાઈલ તસવીર

એ તો તેનો અંગત પ્રશ્ન છે
હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ મોહન કુંડારીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ દેશપ્રેમી પાર્ટી છે, કોઈ દેશ સેવા કરવા સાચા દિલથી આવે તો આવકાર્ય છે. જયારે ભરતસિંહ સોલંકીના વાયરલ વિડીયો બાબતે કહ્યું હતું કે, એ તો તેનો અંગત પ્રશ્ન છે એમા હું શું કહું.

હાર્દિક પટેલની ફાઈલ તસવીર
હાર્દિક પટેલની ફાઈલ તસવીર

અનેક યોજનાઓની ભેટ રાજકોટને મળી છે
આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારને 8 વર્ષ પૂર્ણ થયા છે. અમારી સરકારે સૌરાષ્ટ્રને અનેક ભેટ આપી છે. આરોગ્ય ક્ષેત્રે રાજકોટને ગુજરાતને પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ફાળવવામાં આવી, ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટને ફાળવવામાં આવ્યું અને ગુજરાતને સૌની યોજનાથી પાણી પણ પુરૂ પાડ્યું. આમ અનેક યોજનાઓની ભેટ રાજકોટને મળી છે.