વિવાદ:રિસામણે બેઠેલી યુવતીના મુદ્દે વેવાઇપક્ષ બાખડ્યા, પાંચ ઘવાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમામને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા’તા

ખીરસરામાં રહેતા વેવાઇપક્ષ વચ્ચે મારામારી થતાં પાંચ ઘવાયા હતા. ખીરસરામાં રહેતા અને દાડમભાઇ ઓખાભાઇ કાનાણી (ઉ.વ.65) તથા તેના બે પુત્ર મેરૂભાઇ (ઉ.વ.45) અને દિલીપભાઇ (ઉ.વ.31) ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ઇજાગ્રસ્તોએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે પોતાના ઘરે હતા ત્યારે વેવાઇ હકાભાઇ તથા તેની સાથેના જીવાભાઇ, રવિ, સાહી, પિન્ટુબેન સહિતનાઓએ ધોકા પાઇપથી હુમલો કર્યો હતો.

સામાપક્ષે ખીરસરામાં જ રહેતા રવિ હકાભાઇ પરમાર (ઉ.વ.21) અને હકાભાઇ હજારીભાઇ પરમાર (ઉ.વ.44) પણ તેમના પર દિલીપ, દાડમભાઇ, સાજન, નૂર સહિતનાઓએ પાઇપથી હુમલો કર્યાની રાવ સાથે હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

જયારે આ અંગે દાડમભાઇએ આક્ષેપ કર્યો હતો કે તેના પુત્ર સાજનની પત્ની સોનલ વારંવાર રિસામણે જતી રહેતી હોય અને હાલમાં પણ પિયરમાં હોવાથી તેના પિતા હકાભાઇ સહિતનાઓએ હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...