તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક તીરે બે નિશાન:રાજકોટની હોટલ પાર્ક ઇનમાંથી ઝડપાયું કૂટણખાનું , પોલીસે વડોદરાની મહિલા, રાજકોટના પુરુષની અને હોટલ મેનેજરની કરી ધરપકડ

રાજકોટ3 મહિનો પહેલા
પાર્કઇન હોટલમાંથી કૂટણખાનું ઝડપાયું.
  • ગ્રાહક પાસેથી 2000 મેળવી યુવતીને આપતા હતા રૂ. 500
  • મુંબઈ NGOએ પાર્કઇન હોટેલમાં સગીરાને ગોંધી રાખી હોવાની બાતમી મહિલા પોલીસને આપી હતી
  • સગીરા ગભરાયેલી હોવાથી સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે રાખી સ્વસ્થ થયે કાઉન્સેલિંગ કરવામાં આવશે

રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલી હોટેલ પાર્કઇનમાંથી મહિલા પોલીસે કુટણખાનું ઝડપી પાડી દેહવ્યાપારનો ધંધો કરાવતી વડોદરાની મહિલા, હોટલ મેનેજર અને રાજકોટના પુરુષની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઇકાલે મુંબઇની એક NGO દ્વારા ચોક્કસ બાતમી આપવામાં આવી હતી. જેમાં કોઇ વ્યક્તિ સગીરાને લાવી વેચવા માટે રાજકોટ આવી છે. જેના આધારે તપાસ કરતા સગીરા પણ મળી આવી હતી અને આ સાથે કુટણખાનું પણ ઝડપાયું હતું. જેમાં વડોદરાની મહિલા અને રાજકોટનો શખ્સ ગ્રાહક પાસેથી 2 હજાર પડાવી દેહવ્યાપાર કરતી યુવતીને 500 રૂપિયા આપતા હતા.

મુંબઇની NGOએ સગીરાને ગોંધી રાખ્યાની બાતમી આપી હતી
રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને મુંબઇમાં NGO ચલાવતા 3થી 4 લોકો સાથે મળી મહિલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. રાજકોટના સદર બજાર વિસ્તાર નજીક આવેલી હોટલ પાર્કઇનમાં સંતોષ નામનો વ્યક્તિ સગીર વયની બાળકીને લાવી રૂમમાં રાખી છે જેને મુક્ત કરવા જાણ કરી હતી. બાદમાં પંચો તેમજ સમાજ સુરક્ષા વિભાગને સાથે રાખી પોલીસ ટીમ સાંજના સમયે હોટલ પાર્કઇન પહોંચી હતી. જ્યાં હોટલના મેનેજર મેહુલને મળી બાદમાં હોટલની તલાસી લેવામાં આવી હતી. જેમાં પોલીસને રૂમ નંબર 102માંથી બે સ્ત્રી મળી આવી હતી. જેની પૂછપરછ કરતા દેહવ્યાપારનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું.

વડોદરાની મહિલા રાજકોટના શખ્સ સાથે મળી હોટલમાં કૂટણખાનું ચલાવતી.
વડોદરાની મહિલા રાજકોટના શખ્સ સાથે મળી હોટલમાં કૂટણખાનું ચલાવતી.

28 વર્ષીય યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા
પોલીસના જણાવ્યા મુજબ હોટલના રૂમ નંબર 102માંથી મળી આવેલી બે સ્ત્રીની પૂછપરછ કરતાં વડોદરાની મહિલા જયશ્રી ચાવડા રાજકોટના પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ કકડ સાથે મળી બહારથી ગ્રાહક બોલાવી રૂમમાંથી મળી આવેલી 28 વર્ષીય યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપીઓ ગ્રાહક પાસેથી 2000 રૂપિયા મેળવી ભોગ બનનારને રૂપિયા 500 આપતા હોવાની પોલીસને કબૂલાત આપી છે. પોલીસે બન્નેની ધરપકડ કરી ઇમોરલ ટ્રાફિક પ્રીવેનશન એક્ટ 1956 ની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના શખ્સ અને વડોદરાની મહિલાની ધરપકડ કરાઇ.
રાજકોટના શખ્સ અને વડોદરાની મહિલાની ધરપકડ કરાઇ.

સગીરાને લાવનાર શખ્સ મથુરા ગયો હો
આ સાથે મુંબઇના NGOએ આપેલી સચોટ બાતમીના આધારે હોટલમાં અન્ય રૂમમાં તપાસ કરતા રૂમ નંબર 405માંથી સગીર વયની બાળકી મળી આવી હતી. જેને પૂછપરછ કરતા બાળકીને સંતોષ નામનો વ્યક્તિ અહીં લાવ્યા બાદ હાલ સંતોષ મથુરા ગયો હોવાનું જણાવ્યું હતું. બાળકી ગભરાયેલી હોવાથી બાળકીને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે રાખી સ્વસ્થ થયે કાઉન્સેલિંગ કરવા કાર્યવાહી હાથ ધરી છે અને કાઉન્સેલિંગ થયા બાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી.

સગીરા સાથે કોઇ દુષ્કર્મ થયું છે કે કેમ? તે અંગે તપાસ થશે
ઉલ્લેખનીય છે કે, મુંબઇના NGO દ્વારા ચોક્કસ બાતમી આપવામાં આવી હતી. જેમાં સગીરાને વેચવા ઇરાદે અહીં લાવવામાં આવી હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. જોકે, સગીરા ગભરાયેલી હાલતમાં હોવાથી યોગ્ય પૂછપરછ કરી શકાય તેમ નથી. પરંતુ સગીરા સાથે કોઇ દુષ્કર્મ થયું છે કે કેમ? છેલ્લા 2 માસથી અહીંયા એકલી રહે છે તો શા માટે અહીં લાવવામાં આવી છે? સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે. સાથે જ સગીરાને રાજકોટ ખાતે લાવનાર સંતોષને શોધી બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.