તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • On The First Day Of College In Rajkot Amidst Corona's Fear And Valentine's Excitement, Students Said 'we Will Focus More On Study Than Valentine's Day'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડર કે આગે જીત હૈ....:કોરોનાના ફિયર અને વેલેન્ટાઈનના ઉત્સાહ વચ્ચે રાજકોટમાં કોલેજનો પ્રથમ દિવસ, વિદ્યાર્થીઓએ કહ્યું 'વેલેન્ટાઈન વીકમાં સ્ટડીમાં ધ્યાન દઈને કોરોનાના ફિયરને ક્લિયર કરવો છે’.

રાજકોટએક મહિનો પહેલાલેખક: શુભમ્ અંબાણી
આજથી અભ્યાસ ક્રમ શરૂ - Divya Bhaskar
આજથી અભ્યાસ ક્રમ શરૂ
  • સરકારની SOP મુજબ કોલેજો દ્વારા તૈયારી કરવામાં આવી છે
  • વિદ્યાર્થિનીઓએ ઓફલાઈનમાં પણ ડીજીટલ અભ્યાસ કર્યો
  • રાજકોટની 120 વિદ્યાર્થીનીઓ છે અને બહારગામથી 80 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવી છે - પ્રિન્સિપાલ

રાજકોટમાં આજથી કોલેજનો પ્રારંભ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ એક વર્ષ બાદ કોલેજમાં ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત ચાલતી કોલેજોમાં આજથી ફર્સ્ટ યરનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. B.A.,B.COM અને BCA સહિતના પહેલા વર્ષના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કોરોનાના ફિયર અને વેલેન્ટાઈનના ઉત્સાહ વચ્ચે કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે કોલેજ આવી રહ્યાં છે. DivyaBhaskarએ શહેરની કણસાગરા કોલેજમાં જઇ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. કોલેજની અંદર વિદ્યાર્થિનીઓ ​​​​​​ ખુશખુશાલ જોવા મળી હતી અને કોલેજ દ્વારા પણ કોરોના ગાઇડલાઇનનું પાલન થતું જોવા મળ્યું હતું. વિદ્યાર્થિનીઓ કહ્યું હતું કે ‘વેલેન્ટાઈન વીકમાં સ્ટડીમાં ધ્યાન દઈને કોરોનાના ફિયરને ક્લિયર કરવો છે’.

કોરોનાના ફિયરને ક્લિયર કરવો છે- વિદ્યાર્થિની હિના રાઠોડ
કોરોનાના ફિયરને ક્લિયર કરવો છે- વિદ્યાર્થિની હિના રાઠોડ

વેલેન્ટાઈન વીકમાં સ્ટડીમાં ધ્યાન દઈને કોરોનાના ફિયરને ક્લિયર કરવો છે- વિદ્યાર્થિની હિના રાઠોડ
કણસાગરા કોલેજની વિદ્યાર્થિની હિના રાઠોડે વેલેન્ટાઈન વીકની ઉજવણી વિશે જણાવ્યું હતું કે, વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે પણ કોરોનાને કારણે હરવા-ફરવા કરતા મારે અત્યારે સ્ટડીમાં જ ધ્યાન આપવું છે તથા આ વેલેન્ટાઈન વીકમાં સ્ટડીમાં ધ્યાન દઈને કોરોનાના ફિયરને ક્લિયર કરવો છે.

ઓફલાઈનમાં અભ્યાસ કરવો ખૂબ જ સરળ છે - વિદ્યાર્થિની મિયાત્રા મિત્તલ
આ વિશે કણસાગરા કોલેજમાં F.Y.B.COMમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મિયાત્રા મિત્તલનું કહેવું છે કે, ઓનલાઈન કરતા ઓફલાઈન અભ્યાસ કરવામાં વધુ મજા આવે છે, કારણ કે ઘણીવાર ચાલુ લેક્ચર દરમિયાન કંઈ સમજાય નહીં તો ઓફલાઇનમાં તુંરત સવાલ પૂછીને ડાઉટ ક્લિયર કરી શકાય. જ્યારે ઓનલાઈન એ થોડું મુશ્કેલ પડતું હતું. ઓફલાઈનમાં અભ્યાસ કરવો ખૂબ જ સરળ છે અને બધુ સરળતાથી સમજાય જાય છે.

પ્રિન્સિપાલ ડો.આર.આર.કાલરીયા (ડાબી બાજુથી), વિદ્યાર્થિની મિયાત્રા મિત્તલ (જમણી બાજુથી)
પ્રિન્સિપાલ ડો.આર.આર.કાલરીયા (ડાબી બાજુથી), વિદ્યાર્થિની મિયાત્રા મિત્તલ (જમણી બાજુથી)

રાજકોટની 120 વિદ્યાર્થીનીઓ છે અને બહારગામથી 80 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવી છે - પ્રિન્સિપાલ
કણસાગરા કોલેજના પ્રિન્સિપાલ ડો.આર.આર.કાલરીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું છેલ્લા 6-7 મહિનાથી ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું. પરીક્ષાઓ પણ ઓનલાઇન જ લેવાતી પરંતુ અમને એવું સમજાય છે કે વિદ્યાર્થીઓને ઓનલાઇન કરતા ઓફલાઈન અભ્યાસ કરવામાં વધુ રસ પડે છે, આજે અમારી કોલેજમાં 200 વિદ્યાર્થિનીઓ હાજર રહી છે. જેમાં રાજકોટની 120 વિદ્યાર્થિનીઓ છે અને બહારગામથી 80 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવી છે.

ઓફલાઈનની સાથે ઓનલાઇન એજ્યુકેશનમા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ
ઓફલાઈનની સાથે ઓનલાઇન એજ્યુકેશનમા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ

વિદ્યાર્થિનીઓના મનમાં કોઈ પણ પ્રકારનો ફિયર જોવા મળ્યો નથી- પ્રિન્સિપાલ ડો.કાલરીયા
વધુમાં પ્રિન્સિપાલ ડો.કાલરીયાએ જણાવ્યું હતું કે, ઘણી એવી વિદ્યાર્થિનીઓ પણ છે જે આજે હાજર નથી રહી શકી. માટે અમે ઓફલાઈનની સાથે ઓનલાઇન એજ્યુકેશન પણ ચાલુ રાખ્યું છે. અમે સરકાર SOP અને યુનિવર્સીટીની SOP મુજબ જ અમે સવારે વિદ્યાર્થિનીઓની એન્ટ્રી થાય ત્યારે થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. હાથને સેનિટાઇઝ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો ફરજીયાત માસ્કનો ઉપયોગ કરે છે. એક ક્લાસની અંદર એક બેંચમાં એક વિદ્યાર્થી બેસાડવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ આજે ભયમુક્ત બનીને આવ્યા છે, તેમના મનમાં કોઈ પણ પ્રકારનો ફિયર જોવા મળ્યો નથી. અને આગામી દિવોસમાં વધુ વિદ્યાર્થીઓ આવશે તેવું લાગી રહ્યું છે.

વિદ્યાર્થિનીઓને વિશેષ કીટ આપવામાં આવી હતી
વિદ્યાર્થિનીઓને વિશેષ કીટ આપવામાં આવી હતી

કોલેજમાં દાખલ થતા દરેક વિદ્યાર્થિનીઓને વિશેષ કીટ આપવામાં આવી હતી
હાલ સરકારની SOP મુજબ જ્યારે કોલેજો શરુ થઇ ગઈ છે ત્યારે રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં આજે અભ્યાસ અર્થે આવેલી પ્રત્યેક વિદ્યાર્થિનીઓને એક વિષેશ પ્રકારની કીટ આપવામાં આવી હતી, જેમાં એક માસ્ક, સેનિટાઇઝર અને શુકન રૂપે એક ચોકલેટ આપવામાં આવી હતી. જેથી જો કોઈ વિદ્યાર્થિની માસ્ક કે સેનેટાઇઝર ભૂલી ગઈ હોય તો કીટ થકી તે કોરોનાથી બચી શકે.

વર્ગખંડમાં ઝીગઝેગ સિસ્ટમથી બેસીને વિદ્યાર્થિનીઓએ અભ્યાસ શરુ કર્યો
છેલ્લા ઘણા સમયથી કોલેજ બંધ હતી, પરંતુ ઓનલાઈન અભ્યાસ ચાલુ હતો. ત્યારે આજથી કોલેજ શરૂ થતાં શાળામાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા કોલેજ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે કોલેજમાં પ્રવેશ કરતા વિદ્યાર્થિનીઓને દો ગજ કી દૂરીનું પાલન કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એક ક્લાસમાં 50 ટકા વિદ્યાર્થિનીને બેસાડવાની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ એક બેન્ચ પર એક વિદ્યાર્થિનીને બેસાડવાની વ્યવસ્થા ગોઠવાઈ છે.

ઝીગઝેગ સિસ્ટમથી બેસીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ
ઝીગઝેગ સિસ્ટમથી બેસીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ

વિદ્યાર્થિનીઓએ ઓફલાઈનમાં પણ ડીજીટલ અભ્યાસ કર્યો
ઓફલાઈનની સાથે ઓનલાઇન પણ એજ્યુકેશન તો કણસાગરા કોલેજમાં શરુ હતું જ સાથે સાથે કોલેજમાં શિક્ષકે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કર્યા વગર પોતાના લેપટોપમાં એકાઉન્ટ વિષયના દાખલા ભણાવ્યા હતા. જેને વિદ્યાર્થિનીએ પોતના મોબાઈલના માધ્યમથી સમજ્યા હતા.

એકાઉન્ટ વિષયના દાખલા વિદ્યાર્થિનીએ મોબાઈલના માધ્યમથી સમજ્યા હતા
એકાઉન્ટ વિષયના દાખલા વિદ્યાર્થિનીએ મોબાઈલના માધ્યમથી સમજ્યા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો