કેજરીવાલ રાજકોટમાં:CM પદના ચહેરા અંગે કહ્યું: 'ટૂંક સમયમાં જાહેરાત થશે,'પાટીદારો સહિત દરેક સમાજને અમારા પક્ષમાં ન્યાય મળશે'

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વધી રહી છે. તેઓ જનસંપર્કનું આયોજન કરી ગુજરાતના લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે વધુ એક વખત દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. જ્યાં આજે તેમણે રાજકોટ ખાતે સંજયભાઇ રાજગુરૂ કોલેજના કેમ્પસમાં આકાર પામેલા શિવધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો દરેક નાગરિક CM છે, CM પદના ચહેરાની સમયમાં જાહેરાત થશે. પાટીદારો સહિત દરેક સમાજને અમારા પક્ષમાં ન્યાય મળશે. દરેકને સમાન હક અને સમાન પદ મળશે

3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો મારી સરકાર સતામાં આવશે તો અમે રાજ્યના દરેક યુવકને રોજગારી આપવામાં આવશે., જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગારને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું, અને 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું., દિલ્હીમાં અમે 12 લાખથી પણ વધુ યુવાનોને નોકરી આપી છે. અને ખાસ તો સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને અટકાવવા માટે કાયદો લાવીશું

અમે હવે આખા ગુજરાતમાં પ્રવાસ કરીશું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમયસર પરીક્ષા યોજાશે સમયસર પરિણામ આવશે અને પેપર ફૂટવાની ઘટના અટકી જશે. સોમનાથ ખૂબ જ પવિત્ર ભૂમિ છે ત્યાં મેં ગુજરાત અને દેશની પ્રજાની ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી. અમે હવે આગામી સમયમાં આખા ગુજરાતમાં પ્રવાસ કરીશું. 6 તારીખે અમે વડોદરામાં જઈશું. 7 તારીખે જામનગરમાં જામનગરના પ્રવાસે જવાનું આયોજન છે. આમ ટૂંક સમયમાં અમે આખા ગુજરાતનો પ્રવાસ કરવા જઈ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...