તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:દિવાળીના દિવસે ફરી તાપમાન વધ્યું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં બે દિવસ ન્યુનતમ તાપમાન 15 ડિગ્રી નજીક પહોંચી જતા ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો જો કે શનિવારે ફરી તાપમાનમાં વધારો નોંધાયો છે. શનિવારે સવારે ન્યુનતમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું જે છેલ્લા બે દિવસ કરતા બે ડિગ્રી વધારે છે. આ ઉપરાંત બપોરે 12 વાગ્યા સુધીમાં જે તાપમાન 30થી 32 વચ્ચે હતું તેમાં પણ વધારો થતા 34.6 ડિગ્રી નોંધાયું છે.

મોડી સાંજે તાપમાન મપાયા બાદ મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાય તેવી શક્યતા છે. તાપમાનમાં વધારો થતા દિવસ દરમિયાન તડકાને કારણે ગરમી પડવા લાગી હોય તેવો અનુભવ થયો હતો. હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લાભપાંચમે ફરીથી તાપમાનમાં ઘટાડો થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો