તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ભંગ:46મા દિવસે 227 ગુનામાં 238 શખ્સની ધરપકડ થઇ, શહેરના અલગ વિસ્તારમાં માસ્ક પહેર્યા વિના નીકળેલા 33ને દંડ કરાયો

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી બચવા માટે લોકો છેલ્લા 45 દિવસથી ઘરમાં પૂરાઇ રહ્યાં છે. તેમ છતાં કેટલાક લોકો તેમની જિંદગીની કોઇ પરવા કર્યા વગર કારણ વગર ઘરની બહાર નીકળી રહ્યાં છે. ત્યારે રવિવારે પોલીસે 46મા દિવસે લોકડાઉનનો ભંગ કરવા અંગેના 227 ગુના નોંધ્યા હતા. જેમાં 238 શખ્સની ધરપકડ કરી છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં સાંજે સાતથી બીજા દિવસના સવારના સાત વાગ્યા સુધી સજ્જડ બંધનો પોલીસ અમલ કરાવી રહી છે.

તેમ છતાં કેટલાક ધંધાર્થીઓ નિયમોનું ઉલ્લંઘન કરતા તેમની સામે કાર્યવાહી કરી છે. શહેરમાં પ્રવેશવાના તમામ હાઇવે પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અને મંજૂરી વગર કોઇને શહેરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જ્યારે મંજૂરી વગરના લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. લોકડાઉનનો ભંગ સૌથી વધુ નવાગામ, આણંદપરમાં જોવા મળ્યો છે. શહેરમાં માસ્ક વગર નીકળતા લોકો સામે મહાનગરપાલિકા રૂ.1 હજારનો દંડ ફટકારવાની કામગીરી કરી રહી છે. ત્યારે મનપાની ટીમે શહેરના 18 વોર્ડમાં માસ્ક વગર નીકળેલા 33 લોકો પાસેથી રૂ.33 હજારનો દંડ વસૂલ્યો છે. ઇસ્ટ ઝોનમાં 11, સેન્ટ્રલ ઝોનમાં 4 અને વેસ્ટ ઝોનમાં 18 કેસ નોંધાયા છે.

સંમતિપત્રક ભર્યા પછી લોકડાઉનનો ભંગ
પોલીસ હવે કોઇ વાહનચાલક કારણ વગર બહાર નહીં નીકળું તેવું સંમતિપત્રક ભરાવે છે. ત્યારે ટ્રાફિક શાખાએ તા.8-4ના કોટેચા ચોકમાંથી જીજે.10બીએન.2046 નંબરનું બાઇક ડિટેન કર્યું હતું. જે વાહનનો ચાલક તા.13ના દંડ ભરી બાઇક છોડાવી ગયો હતો. તે સમયે પોલીસે તેની પાસે સંમતિપત્ર પણ લખાવ્યું હતું. ત્યારે કાયદાને ઘોળીને પી ગયેલો બાઇકચાલક ફરી તા.25ના કોટેચા ચોકમાંથી નીકળતા તેને પકડી પાડ્યો હતો. પોલીસની તપાસમાં ચાલકે નિયમોનો ભંગ કર્યો હોવાનું ખૂલતા તેની સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સિંધી કોલોની મેઇન રોડ પરથી વાહન પર વારંવાર નીકળતા અમન ભટ્ટી સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો