તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:22મીએ સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, સમુદ્ર કાંઠે વધારે અને અન્ય વિસ્તારોમાં સારો વરસાદ પડે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે સવારે 5.41 કલાકે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશશે, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારે વરસાદ

આપણા પ્રદેશમાં આદ્રા નક્ષત્રથી હસ્ત નક્ષત્ર સુધીના નક્ષત્રો વરસાદી ગણાય છે. જેઠ સુદ બારસ તા.22 જૂનને મંગળવારના દિવસથી વિધિવત વર્ષાઋતુનો પ્રારંભ થશે. મંગળવારે વહેલી સવારે 5.41 કલાકે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આમ આ દિવસથી ગુજરાતમાં ચોમાસું બેસી જશે. સામાન્ય રીતે જ્યારે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે તે સમયે તિથિ નક્ષત્ર અને ગ્રહોનું મહત્વ ગણવામાં આવે છે.

સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ સમયે તિથિ બારશ છે. આથી વ્યાપારમાં લાભ ઓછો થાય વિશાખા નક્ષત્ર હોવાથી રોગોનો નાશ થાય સિદ્ધયોગ હોવાથી શુભકારક છે. અનાજના ભાવ થોડા ઘટવાની શક્યતા છે. વહેલી સવારે સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ હોવાથી વરસાદ સારો થાય. મેઘનો નિવાસ ધોબીના ઘરે હોવાથી રોહિણી નક્ષત્ર તટ પર પડ્યું હોવાથી વરસાદ સારો થાય, સમુદ્ર કાંઠે વરસાદ વધારે સારો પડે અને બાકીની જગ્યાએ વરસાદ સારો પડે.

નક્ષત્ર વિજ્ઞાનના આધારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં સારો ભારે વરસાદ પડવાની શક્યતા છે. પાછોતરો વરસાદ ભારે અને ભરપૂર હોવાથી ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે. આવતું વર્ષ બાર આની થવાની સંભાવના છે. જળ,વાયુ, અનાજ અને ઘાસના સ્તંભના આધારે પણ આગામી ચોમાસું મધ્યમ રહેશે.

આર્દ્રા નક્ષત્ર બેસતા જ જૈનો કેરીનો ત્યાગ કરશે
આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે જૈન સમાજ કેરીનો ત્યાગ કરે છે. અહિંસામાં માનનારા જૈનો ચોમાસામાં કેરીમાં જીવાતનો ઉપદ્રવ થતો હોવાથી આર્દ્રા નક્ષત્રથી કેરી ખાવાનું બંધ કરે છે.

કુદરતના વિવિધ સ્વરૂપો નક્ષત્રના વાહનો ગણાય છે
નક્ષત્રોને જુદા જુદા વાહનો આપેલા છે. કુદરતના વિવિધ સ્વરૂપો પશુ અને પક્ષીઓ નક્ષત્રના વાહનો ગણાય છે. આ વાહનો અને નક્ષત્રો અનુસાર વરસાદ આવે છે. આ વર્ષે તમામ વરસાદી નક્ષત્રો સોમવારથી શરૂ થતા હોવાથી સારો વરસાદ થવાની પ્રબળ સંભાવનાઓ રહેલી છે. આ વર્ષે હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં 100 ટકાથી વધુ વરસાદ પડશે તેવી આગાહી કરી છે. બીજી બાજુ જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ પણ વરસાદી નક્ષત્ર સપ્તાહના પ્રથમ દિવસથી શરૂ થવાના છે. ત્યારે આ વરસ ખેડૂતો માટે અિત લાભદાયી નીવડે તેવી પૂરેપૂરી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...