જાહેરાત:21મીએ જિલ્લા પંચાયતનું બજેટ, સિંચાઇ વિભાગને વધુ નાણાં ફાળવાશે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવું બજેટ રૂ.22થી 25 કરોડની આસપાસ રહેવાની શક્યતા

રાજકોટ જિલ્લા પંચાયતનું 21 ફેબ્રુઆરી 2022ના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. આ વર્ષના બજેટમાં સિંચાઈ વિભાગને લગતા કામોને વધુ મહત્ત્વ આપવામાં આવશે. જેથી સૌથી વધુ નાણાંની ફાળવણી સિંચાઈ વિભાગને કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ 2022-23નું બજેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. વર્ષ 2021-22ના સ્વભંડોળની ગ્રાન્ટ જે વિભાગે વાપરી નથી તેઓ પાસેથી ગ્રાન્ટ વાપરવા માટેનું આયોજન માગવામાં આવ્યું છે. જો કોઈ વિભાગ ગ્રાન્ટનો ઉપયોગ નહીં કરે તો તેને વર્ષ 2022-23ના સ્વભંડોળમાં કાપી સિંચાઈ વિભાગને આપવામાં આવશે. રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બજેટ રૂ.22થી 25 કરોડની આસપાસ રહેવાની શક્યતા છે. ઉપરાંત અત્યાર સુધીમાં સિંચાઈ વિભાગ માટે બજેટમાં 48 લાખની જોગવાઈ કરવામાં આવી હતી, તે સામે નવા બજેટમાં સિંચાઈ વિભાગને ડબલ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં વર્ષોથી બાકી રહેલા ચેકડેમ-તળાવના કામ, કોઝવે પુલ ઊંચા કરવા જેવા કામો સાથે દરેક ગામમાં પાણીની યોગ્ય વ્યવસ્થા થઇ શકે તે માટેનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...