• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • On The 21st, 500 VCIs Will Join The Statewide Strike In Gandhinagar, All Activities Related To The Panchayat Will Be Closed.

વિરોધ:21મીએ 500 VCI ગાંધીનગરમાં રાજ્યવ્યાપી હડતાળમાં જોડાશે, પંચાયતને લગતી તમામ કામગીરી રહેશે બંધ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્રામપંચાયતોમાં વર્ષોથી માત્ર કમિશન બેઝ કામગીરી કરતા રાજકોટ જિલ્લાના 500 વિલેજ કમ્પ્યૂટર સાહસિકો (વીસીઈ) 21મી ઓક્ટોબરે પડતર પ્રશ્નોને લઈ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાશે. જેના કારણે ગ્રામપંચાયતને લગતી તમામ કામગીરી બંધ રહેશે. છેલ્લા પાંચ વર્ષથી કમિશન પ્રથા હટાવી પગાર શરૂ કરવા વીસીઈ મંડળની માંગ છે. 20 ઓક્ટોબર 2021 સુધી પડતર પ્રશ્નો અને માગણીઓ બાબતે સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય કરવામાં નહીં આવે તો 21 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસમાં જોડાશે.

વર્ષ 2016થી સતત રજૂઆત કરાઈ પણ નિરાકરણ નહીં
વર્ષ 2006થી વીસીઈ દ્વારા ગ્રામપંચાયતની તમામ પ્રકારની ડિજિટલ કામગીરી કમિશનથી કરવામાં આવે છે. જેના બદલામાં આજની મોંઘવારી સામે કોઈ વળતર મળતું નથી. વર્ષ 2016થી સરકારમાં સતત રજૂઆત કરી કમિશન પ્રથા બંધ કરી પગાર શરૂ કરી વીસીઈને કાયમી કરવા અંગે રજૂઆત કરવામાં આવી, પરંતુ આજદિન સુધી કોઈ નિરાકરણ ન આવતા તમામ કામગીરી બંધ કરી અચોક્કસ મુદ્તની હડતાળ પર વીસીઇ જશે. - ગોરધન પલાળિયા, ગુજરાત રાજ્ય વીસીઈ મંડળના મંત્રી

અન્ય સમાચારો પણ છે...