ગોંડલમાં લગ્નના 20માં દિવસે નવોઢાએ સાસરીમાં ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. જેને પગલે ગોંડલ સિટી પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના પિતા ફર્નિચરની દુકાન ચલાવે છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલના સ્ટેશન પ્લોટ સોની સમાજની વાડીની બાજુમાં સાસરીયામાં પતિ સાથે રહેતી પરિણીતા ચાંદની હાર્દિકભાઇ પરમાર (ઉ.વ.24)એ સવારે 10:30ના સુમારે પોતાના રુ મા પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેનુ મોત નિપજ્યુ હતુ.ચાંદનીના લગ્ન 19 એપ્રિલે થયા હતા. મૃતકના પિતા પિયુષભાઇ ખોડીયારનગર મા રહે છે અને દેવપરામા ફર્નિચરની દુકાન ચલાવે છે.
બે મહીના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ચાંદની તથા હાર્દિકે બે મહીના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં બન્ને પરીવારોએ રાજીખુશીથી ગત 19 એપ્રિલે બન્ને ધામધૂમ પૂર્વક લગ્ન કરાવ્યા હતા.20 દિવસમાં એવું તો શું બન્યું કે પરિણીતાએ આપઘાત કરવો પડ્યો. એ ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે તે અંગે સિટી PSI ગોલવરકરે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
(હિમાંશુ પુરોહિત,ગોંડલ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.