તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:લગ્નના 12મા દિવસે જ રાજકોટની ઇજનેર યુવતીના પતિનું કોરોનાથી મોત

ભરતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 30મીએ રાજસ્થાનના એન્જિનિયર યુવકે રાજકોટ આવી લગ્ન કર્યા’’તા

રાજકોટના જોષી પરિવારે 12 દિવસ પૂર્વે જ એન્જિનિયર પુત્રીને રાજસ્થાનના એન્જિનિયર યુવક સાથે લગ્નગ્રંથિથી જોડી વિદાય આપી હતી. પરંતુ યુવતીના પતિનું કોરોનાથી મોત નીપજ્યું હતું. ભરતપુર રહેતા સોલાર એન્જિનિયર કૃષ્ણમોહન કૌશિકના લગ્ન ગત તા.30ના રાજકોટની એન્જિનિયર યુવતી સૌમ્યા જોષી સાથે યોજાયા હતા. કોરોનાની સ્થિતિને લઇ કૃષ્ણમોહન અને તેની બહેન ટ્રેનથી રાજકોટ આવ્યા હતા અને તા.30ના લગ્નવિધિ પૂર્ણ થતાં રાત્રે કૃષ્ણામોહન, તેની બહેન અને નવવધૂ સૌમ્યા જોષી ટ્રેનમાં ભરતપુર જવા રવાના થયા હતા.

બંનેઅે રાજકોટ આવતાં પહેલા 28મીએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તા.29ના બંને ભાઇ બહેન ટ્રેનમાં રાજકોટ પહોંચ્યા હતા ત્યારે રસ્તામાં જ કૃષ્ણમોહનને તાવ આવતા ફરીથી રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો, તા.30ના લગ્ન કરી પરત ટ્રેનમાં નીકળ્યો હતો. તા.1ના કૃષ્ણમોહન નવવધૂ સૌમ્યાને લઇને ગુલાલકુંડ ઘરે પહોંચ્યો હતો અને ક્વોરન્ટાઇન થયો હતો, તા.2ના સીટી સ્કેન કરાવાતા ફેફસાં સુધી સંક્રમણ પહોંચી ગયુ હતું. તા.7ના તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવારમાં તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...