• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • On The 10th, 4090 Candidates Will Appear For The UPSC Exam, From 9.30 Am To 11.30 Am And From 2.30 Pm To 4.30 Pm In 16 Centers.

પરીક્ષા:10મીએ 4090 ઉમેદવાર UPSCની પરીક્ષા આપશે, સવારે 9.30થી 11.30 અને બપોરે 2.30થી 4.30 દરમિયાન 16 કેન્દ્રમાં પરીક્ષા લેવાશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં 10 ઓક્ટોબરે જુદા જુદા 16 કેન્દ્ર પર UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી કુલ 4090 ઉમેદવાર નોંધાયા છે જેની રવિવારે સવારે 9.30થી 11.30 અને બપોરે 2.30થી 4.30 કલાક દરમિયાન જુદા જુદા બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. યુપીએસસીની પરીક્ષાની વ્યવસ્થા કલેક્ટર તંત્ર કરી રહ્યું છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક એક ઓફિસર અને એક સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી છે.

પરીક્ષાના પેપર રાજકોટમાં પહોંચી ગયા બાદ તેને કલેક્ટર કચેરીમાં સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવશે અને પરીક્ષા માટેનો કંટ્રોલરૂમ જિલ્લા પુરવઠા કચેરીમાં શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં આગામી તા.10ના રોજ લેવામાં આવનાર યુપીએસસીની પરીક્ષામાં બે સેશનમાં પેપર લેવામાં આવશે. સમગ્ર પરીક્ષા કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરીને લેવામાં આવશે. દરેક ઉમેદવાર માટે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...