તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા અને કોરોના ચેઇન તોડવા માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હોટેલ સંચાલકો, IMA સર્જન-ફિઝીશિયન ડોક્ટર એસોસિએશન સાથે બેઠક કરવામાં આવી હતી. જે લોકો માઇલ્ડ સીમટોમ્સ ધરાવે છે તેમને ક્વોરન્ટીન કરવા માટે હોટેલમાં ફરી વ્યવસ્થા શરૂ કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 209 બેડ વધારવામાં આવ્યા છે. શહેરની સૂર્યકાંત હોટેલમાં 25થી 30 બેડની ક્ષમતાવાળું ટેન્ક શ્રેયસ હોસ્પિટલ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું એડિશનલ કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની બેઠકમાં નિર્ણય
આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની સોમવારે મળેલી બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જરૂરિયાત જણાતા ત્વરિત નિર્ણય કરી બેડ વધારવા નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 18 બેડ, જીનેસીસમાં 21 બેડવાળી હોસ્પિટલ આજથી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ સિવિલ હોસ્પટલમાં પણ આજથી 60 બેડ વધારવા નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ સમરસ હોસ્ટેલમાં પણ 500 બેડનું બીજું ઓક્સિજનવાળું કોરોના કેર સેન્ટર શરૂ કરી દેવા પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. આમ કુલ વધુ 209 બેડની ક્ષમતા વધારવા વહીવટી તંત્રએ તૈયારી દાખવી છે.
શું કહે છે IMAના પૂર્વ પ્રમુખ ડો. અતુલ પંડ્યા
રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ ડો. અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના ઉપલબ્ધ સાધનો મુજબ તેને માન્ય રાખી ફાયર એનઓસી આપવામાં આવે તો હોસ્પિટલ ચાલુ કરી શકાય તેમ છે. આ સાથે એક હોસ્પિટલથી કોવિડના દર્દીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે હાલ બંને હોસ્પિટલ ઉપરાંત કલેક્ટર તંત્રનું એનઓસી લેવું ફરજીયાત છે જેને બદલે જે દર્દીને હોસ્પિટલ બદલાવવી હોય તો આવા સંજોગોમાં આવી પ્રક્રિયાથી મુક્તિ આપવી જોઇએ તેવી માંગ કરવામાં આવી છે. તબીબોના મહત્તમ સૂચનો સ્વીકારી શકાય તેવા નિર્દેશો મળ્યા હતા. પરંતુ ફાયર સેફ્ટી મુદે શરત સ્વીકારવી અશક્ય હોય તેવું ચિત્ર સ્પષ્ટ થતું હતું. ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલમાં આગજનીના બનાવથી દર્દીઓના જીવ ગુમાવવા પડ્યાની સ્થિતિ ઉદભવી હોવાથી રાજ્ય સરકાર દ્વારા કડક નિયમો ફાયર સેફ્ટી માટે કરવામાં આવ્યા છે.
વીરનગરમાં 100 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન નાંખવાનું કામ શરૂ
રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા ગોંડલ, ધોરાજી, જેતપુરમાં 100 બેડવાળી પ્રાઇવેટ હોસ્પિટલ આગામી એકથી બે દિવસમાં શરૂ કરવા તૈયારી દાખવી છે. ધોરાજીમાં સૌથી વધુ કેસ નોંધાતા તૈલી હોટલ ખાતે CCC (કોવિડ કેર સેન્ટર) શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ વીરનગરમાં 100 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન નાંખવાનું કામ શરૂ કર્યુ છે. જેનો પણ ઉપયોગ ખૂબ જલ્દી કરી શકાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.