રૂપિયાથી તરબોળ:માંગરોળમાં લોકડાયરામાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળા પર રૂપિયાનો વરસાદ, ટોપલા ભરાય એટલી નોટો ઊડી

રાજકોટએક મહિનો પહેલા
વજુભાઈ વાળા પર સમાજના લોકોએ રૂપિયાની નોટોનો વરસાદ કર્યો.
  • માંગરોળમાં કારડિયા રાજપૂત સમાજના અગ્રણી વજુભાઈનો સન્માન સમારોહ યોજાયો હતો

ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને તાજેતરમાં કર્ણાટકના રાજ્યપાલપદેથી નિવૃત્ત થનારા વજુભાઈ વાળાનો માંગરોળમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વજુભાઈ વાળાના સન્માન બાદ યોજાયેલા લોકડાયરામાં કલાકાર દેવાયત ખવડે સપાકરુની રમઝટ બોલાવી હતી. આ સમયે વજુભાઈ વાળાને સ્ટેજ આગળ ઊભા હતા ત્યારે સમાજના લોકોએ તેમના પર રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. ટોપલામોઢે ભરાય એટલા રૂપિયા ઊડ્યા હતા.

સ્ટેજ પર રૂપિયાની નોટોનો થર લાગી ગયો
દેવાયત ખવડે સપાકરું ગાવાનું શરૂ કરતાં જ કારડિયા રાજપૂત સમાજના લોકો ઊભા થયા હતા અને રૂપિયાની નોટોના બંડલો કાઢીને હવામાં ઉડાડવા લાગ્યા હતા. બાદમાં વજુભાઈ વાળાને સ્ટેજ આગળ ઊભા રહ્યા હતા અને લોકો તેમના પર નોટોનો વરસાદ કરવા લાગ્યા હતા. પાંચ જ મિનિટમાં વજુભાઈ વાળા ઊભા હતા ત્યાં નીચે જમીન પર રૂપિયાની નોટોનો ઢગલો થઇ ગયો હતો. સમાજના લોકો દ્વારા સન્માન કરવામાં આવતાં વજુભાઈના ચહેરા પર ખુશી છલકાતી જોવા મળી હતી.

માંગરોળમાં વજુભાઈ વાળાનો સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
માંગરોળમાં વજુભાઈ વાળાનો સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ
ગુજરાત ભાજપના રાજકારણમાં બે દાયકા સુધી દબદબો ધરાવ્યા બાદ રાજ્યપાલ બનેલા અને હાલમાં જ રાજ્યપાલપદેથી નિવૃત્ત થઈ પરત રાજકોટ આવી ગયેલા રાજકારણના જૂના ખેલાડી વજુભાઈ વાળાએ પોતે ભાજપમાં હતા, છે અને રહેશે એવી જાહેરાત કરી હતી. બાદમાં વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીય પંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે. ત્યારે ભાજપના આ દિગ્ગજ નેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજના માતાજીનું વિશાળ મંદિર બનાવી સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટોપલા ભરાય એટલા રૂપિયાની નોટો ઊડી.
ટોપલા ભરાય એટલા રૂપિયાની નોટો ઊડી.

વજુભાઈ રાજપૂતોની તમામ પેટાજ્ઞાતિઓને એક કરવાની દિશામાં સક્રિય
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા મોતિયાના ઓપરેશન બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પરના પ્રાઈમ લોકેશનમાં ભવાની માતાજીના મંદિરના નિર્માણ સાથે રાજપૂતોની તમામ પેટાજ્ઞાતિઓને એક કરવાની દિશામાં સક્રિય બન્યા છે. આ માટે વિવિધ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદારોના આસ્થાનાં બે મુખ્ય કેન્દ્રો ખોડલધામ અને ઉમિયાધામમાં પોતાની જ્ઞાતિનું રાજકીય વર્ચસ્વ વધારવા અત્યારથી જ વ્યૂહરચનાઓ ગોઠાવા લાગી છે.

સ્ટેજ અને જમીન પર નોટોના થર જામી ગયા.
સ્ટેજ અને જમીન પર નોટોના થર જામી ગયા.

વજુભાઈએ 2013માં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો
વજુભાઈ વાળા પણ સામાજિક કાર્યો થકી રાજકીય એજન્ડા સક્રિય કરવાની દિશામાં આગળ વધી રહ્યાનું માનવામાં આવી રહ્યું છે. કારડિયા રાજપૂત સમાજના ટોચના નેતા વજુભાઈ વાળાનું નિર્વિવાદી વ્યક્તિત્વ છે. તેમણે કારડિયા રાજપૂત સમાજમાં 2013ની સાલમાં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ આ યોજના પર કોઈ પ્રગતિ થઈ શકી નથી અને વજુભાઈને પણ ભાજપમાંથી સાઈડલાઈન કરી રાજ્યપાલ બનાવી દેવાયા હતા.

દેવાયત ખવડનો લોકડાયરો યોજાયો હતો.
દેવાયત ખવડનો લોકડાયરો યોજાયો હતો.
અન્ય સમાચારો પણ છે...