તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રેલવેમાં નોકરીના નામે ઠગાઇ કરતી ગેંગ 10 દી’ના રિમાન્ડ પર

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રેલવેમાં રૂ.15 લાખમાં ક્લાસ 2-3ની નોકરી અપાવવાના આંતરરાજ્ય કૌંભાંડનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી છ શખ્સને ઝડપી લીધા છે. દરમિયાન પકડાયેલા હિમાંશુ ઉદયભાણ પાંડે, શશિપ્રસાદ ઉર્ફે અનુપમ ગોવિંદપ્રસાદ ગુપ્તા, સૂરજમોર્ય, શૈલેષ ઉર્ફે સેટિંગ મનસુખ દલસાણિયા, કલ્પેશ પ્રભુદાસ શેઠ અને ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રીની પીએસઆઇ એમ.વી.રબારી સહિતના સ્ટાફે ધરપકડ કર્યા બાદ વિશેષ પૂછપરછ કરવા 14 દિવસના રિમાન્ડની માગણી સાથે રવિવારે અદાલતમાં રજૂ કર્યા હતા.

જ્યાં અદાલતે છએય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વેબસાઇટ ક્યાં અને કોની પાસે બનાવડાવી, નોકરીની લાલચ આપી ભેગા કરેલા નાણાં કોની પાસે અને ક્યાં છે તે દિશામાં તપાસ કરવામાં આવશે તેમ તપાસનીશ અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો