તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોવિડ વોર્ડમાં પ્રૌઢા પર દુષ્કર્મ કરનાર રિમાન્ડ પર

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રિમાન્ડ દરમિયાન આખી ઘટના કેવી રીતે બની હતી તેની વિગતો આવશે બહાર

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ 55 વર્ષના પ્રૌઢાને માથું દબાવી દેવાનું કહી તેમના પર દુષ્કર્મ આચરનાર હોસ્પિટલના એટેન્ડન્ટને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો, એટેન્ડન્ટે હોસ્પિટલમાં અન્ય કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ આચરી હતી કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.

શહેરમાં રહેતા 55 વર્ષના પ્રૌઢાને ગત તા.28ના સિવિલના કોવિડ બિલ્ડિંગના ચોથા માળે બી વિંગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તા.29ની રાત્રીના 1.30 વાગ્યે પ્રૌઢા નિદ્રામાંથી જાગી ગયા હતા અને પોતાના બેડ પર બેઠા હતા ત્યારે પીપીઇ કિટ પહેરીને હોસ્પિટલનો એટેન્ડન્ટ હિતેષ ઝાલા તેમની પાસે પહોંચ્યો હતો અને બેડ પર કેમ બેઠા છો, સૂઇ જાવ તેમ કહેતા પ્રૌઢાએ પોતાને માથું અને વાંસામાં દુખાવો થતી હોવાની વાત કરી હતી.

નરાધમ એટેન્ડન્ટે કરેલા કૃત્યથી પ્રૌઢા ડઘાઇ ગયા અને ડર હતો કે આ અંગે અત્યારે કોઇને કહેશે તો રાત દરમિયાન એટેન્ડન્ટ ોઇ ઇન્જેક્શન મારીને પતાવી દેશે, આ ભયથી આખી રાત પ્રૌઢાએ ગુમસુમ રહીને વિતાવી, વહેલી સવારે તેમના પરિવારજનોનો ફોન આવતા જ પ્રૌઢાએ આપવીતી જણાવી હતી. મહિલા પોલીસના પીઆઇ પટેલ સહિતના સ્ટાફે રવિવારે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો. આરોપી હિતેષ ઝાલાએ વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓની મજબૂરીનો કોઇ ગેરલાભ ઉઠાવ્યો હતો?, અન્ય કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ આચરી હતી કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો