• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • On Rajkot Racecourse Ring Road, A New Nakkor Thar Car Went Out Of Control And Crashed Into A Divider, Fortunately No Casualties.

જાનહાની ટળી:રાજકોટમાં રેસકોર્સ રીંગરોડ પર નવી નક્કોર થાર કાર બેકાબુ બની ધડાકાભરે ડિવાઇડર પર ચડી ગઇ, સદનસીબે કોઈ જાનહાની નહીં

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. - Divya Bhaskar
કાર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
  • બ્રેકના બદલે લીવર પર પગ આવી જતા ડ્રાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યાનું તારણ

રાજકોટ શહેરના રેસકોર્સ રીંગરોડ પર મહિન્દ્રા કંપનીની નવી નક્કોર થાર ગાડી ડિવાઈડર સાથર ધડાકાભરે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે જો કે કારમાં એરબેગ ખુલી જતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. પ્રાથમિક દ્રષ્ટિએ બ્રેકના બદલે લીવર પર પગ આવી જતા ડ્રાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે.

લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા
રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આજે બપોરના 12 વાગ્યા આસપાસ બહુમાળી ભવન ચોક નજીક એક કાર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ માધવરાવ સિંદ્યા ક્રિકેટ ગ્રાઉન્ડ તરફના ગેઇટ પાસેથી નીકળી મહિન્દ્રા કંપનીની નવીનકોર ઠાર મોટરકાર લઇ એક વ્યક્તિ બહાર નીકળ્યો હતો અને બહુમાળી ભવન સર્કલ ફરી પરત અંદર જવા સમયે ડ્રાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર પર ચડી જતા ધડાકાભેર અવાજ આવ્યો હતો અને બનાવ પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

કાર ચાલકે લીવર પર પગ મૂકી દેતા અકસ્માત સર્જાયો
પ્રાથમિક તારણમાં બ્રેક મારવા બદલે કારચાલકે લીવર પર પગ મૂકી દેતા અકસ્માત સર્જાયો હતો અને કાર ડિવાઈડર પર ચડી ગઇ હતી જો કે સદનસીબે કારમાં એરબેગ ખુલી જતા જાનહાની ટળી હતી પરંતુ નવીનકોર કારમાં અકસ્માત પગલે મોટું નુકશાન થવા પામ્યું છે.