તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસૂમના જીવ સાથે ચેડા:રાજકોટમાં મંજૂરી વગર ચાલતા પ્લેહાઉસ અને ધો.12 સાયન્સના ક્લાસિસ પર NSUIની રેડ, બાળકો અને વિદ્યાર્થીઓને છોડાવ્યા

રાજકોટ3 મહિનો પહેલા
પ્લે હાઉસમાં ભૂલકાઓને ઓફલાઇન શિક્ષણ અપાતું.
  • માલવિયાનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી

રાજકોટના અમીન માર્ગ રોડ પર પ્લે હાઉસ અને ટ્યુશન ક્લાસિસ ચાલુ હોવાની ફરિયાદ મળતા રાજકોટ જિલ્લા NSUI દ્વારા રેડ પાડવામાં આવી હતી. અહીં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું કોચિંગ અને બાળકોનું પ્લે હાઉસ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. રેડ કરી NSUI દ્વારા બાળકો તેમજ વિદ્યાર્થીઓને છોડી પરત ઘરે મોકલી દેવા કહેવામાં આવ્યું હતું. બાદમાં માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

વાલીઓ પણ બેદરકાર: NSUIના પ્રમુખ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના અમીન માર્ગ પર આવેલા પોદાર જંબો કિડ્સમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હોવાની ફરિયાદ NSUIને મળી હતી. આથી આજે રાજકોટ જિલ્લા NSUI દ્વારા રેડ કરવામાં આવી હતી. જિલ્લા NSUI પ્રમુખ રોહિત રાજપૂતના જણાવ્યા મુજબ સરકારે ઓફલાઇન અભ્યાસ માટે મંજૂરી આપી નથી. છતાં રાજકોટમાં સૌરાષ્ટ્ર સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અને પોદાર પ્લે હાઉસ ચાલુ રાખી બાળકોને ઓફલાઇન અભ્યાસ કરાવતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં ક્યાંકને ક્યાંક વાલીઓ પણ બેદરકાર હોવાથી બાળકો અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલી સ્વાસ્થ્ય પર જોખમ લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને છોડાવ્યા.
ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને છોડાવ્યા.

સ્થળ પર એકેય સંચાલક હાજર મળ્યા નહીં: PI
રાજકોટ માલવીયા નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણએ જણાવ્યું હતું કે, પ્લે હાઉસ અને કોચિંગ ક્લાસિસ ચાલુ હોવાથી NSUI દ્વારા રેડ કરવામાં આવી હોવાનું માલુમ થતા પોલીસ સ્ટાફ સ્થળ પર મોકલવામાં આવ્યો છે. સ્થળ પર કોઇ સંચાલક હાજર મળ્યા નથી. તેને બોલાવી નિવેદન લઇ બાદમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્લેહાઉસ પર રેડ કરી હતી.
પ્લેહાઉસ પર રેડ કરી હતી.

આવા કોચિંગ ક્લાસ બાળકો માટે જોખમ સાબિત થઇ શકે
રાજકોટમાં ચાલતા આવા ક્લાસિસના સંચાલકો બાળકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. ડોક્ટરો દ્વારા ત્રીજી લહેરમાં સૌથી વધારે બાળકો પર જોખમ વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે બાળકોને ક્લાસિસે બોલાવીને અભ્યાસ કરાવવો કેટલો વ્યાજબી તે આવનારો સમય જ કહેશે.

અહીં ધો.12 સાયન્સનું ક્લાસિસ ચાલતું.
અહીં ધો.12 સાયન્સનું ક્લાસિસ ચાલતું.
અન્ય સમાચારો પણ છે...