તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • On Monday, The Agency Released 28 Positive Cases Of Corona In The District, Bhaskar Has Evidence Of 350 Cases, The Situation Is Dire, Do Not Hide The Figures.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપોઝ:રાજકોટમાં સોમવારે તંત્રએ જિલ્લામાં કોરોનાના 28 પોઝિટિવ કેસ જાહેર કર્યા, ભાસ્કર પાસે 350 કેસના પુરાવા છે

રાજકોટ10 દિવસ પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
આ રહ્યો પુરાવો, તા. 5ના એન્ટિજન ટેસ્ટના ડેઈલી રિપોર્ટમાં પાલિકા વિસ્તારમાં 57 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 250 કેસ છે - Divya Bhaskar
આ રહ્યો પુરાવો, તા. 5ના એન્ટિજન ટેસ્ટના ડેઈલી રિપોર્ટમાં પાલિકા વિસ્તારમાં 57 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 250 કેસ છે
  • ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરી રહ્યો છે તેની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં જિલ્લા આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ
  • માત્ર એન્ટિજન પોઝિટિવની સંખ્યા જ 323 થઈ ગઈ
  • સરકારી લેબમાંથી 25 પોઝિટિવ કેસ આવ્યા, ખાનગી લેબના આંક જુદા

રાજકોટમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, સંક્રમણની ચેઈન તોડવા મામલે કામગીરી કરવાને બદલે જિલ્લા આરોગ્ય તંત્ર કોરોનાના આંકડા છુપાવવા પર ધ્યાન આપી રહ્યું છે. સોમવારે જિલ્લા આરોગ્ય વિભાગે રાજકોટ ગ્રામ્ય અને તમામ નગરપાલિકાઓ સહિત 28 કેસ આવ્યાનું જાહેર કર્યું હતું. હકીકતે તે પોઝિટિવ આવેલા કેસના 10 ટકા પણ નથી. રાજકોટ જિલ્લામાં હકીકતે 350 કેસ પોઝિટિવ આવ્યા છે જેમાંથી 326 કેસ તો માત્ર રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. લેબ ટેસ્ટની સંખ્યા મેળવાતા તે પણ 25 થઈ છે એટલે કે 350 કેસ આવ્યા છે. સોમવારે રાત્રીના સમયે જ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાને આ અંગે જાણ કરાતા તેઓએ ડેટા સવારે ચેક કરીને જણાવશે તેવું કહ્યું હતું.

રાજકોટમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લાગેલી લાઈન
રાજકોટમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લાગેલી લાઈન

ડેટા મોડો આવે છે તેથી ગરબડ થાય છેઃ અધિકારી
મંગળવારે આ મામલે તેમણે માત્ર ગામોમાં જ 298 કેસ આવ્યા હોવાનું સ્વીકાર્યું હતું પણ જાહેર કરતી વખતે ડેટા મોડો આવતો હોવાથી આંકમાં ફરક પડે છે તેવો જવાબ આપ્યો હતો. સમગ્ર રાજકોટમાં કોરોના ખૂબ જ ફેલાઈ ગયો છે અને હોસ્પિટલમાં બેડ પણ ઘટી રહ્યા છે. ​​​​​​​આવા સમયે આખા જિલ્લામાં માત્ર 28 જ કેસ આવ્યા તેવું જાહેર કરીને કોરોના છે જ નહિ તેવી માનસિકતા તંત્ર બતાવી રહ્યું છે. આ પહેલા પણ જ્યારે કેસ વધ્યા ત્યારે કેસ ઓછા બતાવાયા હતા. આ કારણે જ લોકો તંત્રના આંકડાઓ પર ભરોસો કરતું નથી તેથી જ ભાસ્કરે પુરાવા સાથે વધુ એક વખત પર્દાફાશ કર્યો છે. ​​​​​​​રાજકોટ ગ્રામ્યમાં કેસ કઈ હદ સુધી વધી ગયા છે તે માટે તા. 5ના રોજ બનાવાયેલો એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ જેમાં નગરપાલિકા વિસ્તારમાં 57 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 250 કેસ જાહેર કરાયા છે તેમજ સિવિલમાં આવેલા સેમ્પલમાંથી પોઝિટિવ આવેલો રિપોર્ટ.

સિવિલમાં ટેસ્ટ માટે અલગ ડોમ બનાવાયો
સિવિલમાં ટેસ્ટ માટે અલગ ડોમ બનાવાયો

માત્ર જસદણના ગામોમાં જ 14 કેસ આવ્યા હતા
જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તાર સહિત સોમવારે 28 કેસ આવ્યા છે. આ મુદ્ે જસદણના બ્લોક હેલ્થ ઓફિસર ડો. સી.કે.રામનો સંપર્ક સાધી સોમવારે કેટલા કેસ આવ્યા તે અંગે પૂછતા માત્ર ગામોમાંથી 14 કેસ જ્યારે જસદણ નગરપાલિકાના કેસ અલગથી તેવું કહ્યું હતું. જિલ્લા તંત્રએ હવે સાબિત કરવાનું રહ્યું કે, જસદણમાં જ 14 કેસ છે તો કેટલા તાલુકાઓમાં એકપણ કેસ નથી તેવું નોંધાયું છે.

તમારા આંક સાચા અમારી પાસે ડેટા મોડા આવે છે, ડીડીઓ
તમારી પાસે જે ડેટા છે એ સાચા છે, ગઈ કાલે તમે જે ગામડાઓના 200 કેસ કહ્યા હતા તે પણ સાચું જ છે ખરા અર્થમાં 200 નહિ પણ 298 જેટલા કેસ હતા પરંતુ અમારી પાસે જે ડેટા આવે છે એ થોડા મોડા આવતા હોવાથી આંકડામાં મિસમેચ થતું હોય છે અને તે તકલીફ રહેવાની છે, રાજકોટમાં જે સિવિલમાંથી રિપોર્ટ આવે છે તેનો રિપોર્ટ તે જ દિવસે મળી જાય છે. અમદાવાદ મોકલેલા સેમ્પલના રિપોર્ટ મોડા આવતા હોવાથી આંકડાનો તાગ મળતો નથી’ - અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો