આરોગ્ય વિભાગ સતર્ક:દિવાળી પર બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ-ટેસ્ટ થયા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 ટીમ દ્વારા ત્રણ દિવસમાં 17,019 લોકોનું સ્ક્રીનિંગ કરાયું

રાજકોટમાં તહેવારો નિમિત્તે બહાર ગામથી આવતા લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે હાલ દિવાળીના તહેવારો દરમિયાન બહારથી આવનારા કોઈ વ્યક્તિ દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યા છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર મુસાફરોનું આરોગ્યની ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીના ભયના ઓથાર હેઠળ રાજકોટ આરોગ્ય વિભાગની 17 જેટલી ટીમો આ કામગીરીમાં જોતરાઈ ગઇ છે.

બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ જો કોઈ લક્ષણો જણાય તો સ્થળ પર જ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે. અને જરૂર લાગે તો મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવા સુધીના પણ પગલાં લેવાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક નવેમ્બરથી ત્રણ નવેમ્બર એમ ત્રણ દિવસમાં 17019 લોકોનું સ્ક્રીનિંગ કરાયું જેમાં લક્ષણ જણાતા 162 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે તમામ કરાયેલા ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

નોંધનીય છે કે, હાલ જ્યારે દિવાળીનો તહેવાર છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર મુસાફરોની વિશેષ ભીડ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓને ટાળવા માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમાં પણ બહારના રાજ્યોમાંથી આવતા અને જતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેથી કોરોનાની સંભવિત લહેર સામે બચી શકાય.

કઈ તારીખે કેટલા લોકોના સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરાયા

તારીખસ્ક્રીનિંગ સંખ્યાટેસ્ટ સંખ્યા
1-11-2021597344
2-11-2021519750
3-11-2021584968

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...