• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Omcron Positive Of Foreign Student Of Marwadi Uni, Examination Of 3000 Students Canceled, 396 In City And 254 In Rural Micro Containment Zones.

કોરોના રાજકોટ LIVE:આજે નવા 194 કેસ નોંધાયા,આવતીકાલે હેલ્થકેર વર્કર્સ,ફ્રન્ટલાઈન વર્કર્સ અને સિનિયર સિટિઝનને પ્રિકોશનરી રસી અપાશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મારવાડી યુનિ.ની વિદેશી વિદ્યાર્થિની ઓમિક્રોન પોઝિટિવ, 3000 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ
  • ગ્રામ્ય વિસ્તારમાં કુલ 254માંથી માત્ર ધોરાજીમાં જ 138 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન

રાજકોટ આજે નવા 194 કેસ નોંધાયા છે. મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સવારે 11.00 વાગ્યે નાના મવા ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ ઉપરાંત કોમોર્બીડિટી ધરાવતા 60 વર્ષ કે તેથી વધુ વર્ષની ઉંમરના સિનિયર સિટિઝનોને કોવિડની પ્રિકોશનરી વેક્સિન અપાશે.રાજકોટ શહેરમાં શુક્રવારે 203 અને ગ્રામ્યમાં 69 કેસ નોંધાયા હતા. શનિવારે જાહેર થયેલા કેસમાં શહેરમાં 37 કેસ ઘટીને 166 નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં 22ના વધારા સાથે 91 કેસ સામે આવ્યા હતા.

આ રીતે કુલ નવા કેસની સંખ્યા 257 થઈ છે તો શહેરમાં 396 અને ગ્રામ્યમાં 254 સહિત માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા 550 તેમજ કુલ એક્ટિવ કેસની સંખ્યા 1268 થઈ છે. મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીને કોરોના થતાં તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા. જેમાં ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું જાહેર થયું હતું. આથી યુનિવર્સિટીની 3000 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી છે.

શહેર અને ગ્રામ્યમાં માત્ર 12 દર્દી હોસ્પિટલાઈઝ
કુલ એક્ટિવ કેસ 1268 પૈકી શહેરના 5 અને ગ્રામ્યના 7 સહિત માત્ર 12 જ દર્દીઓ હોસ્પિટલાઈઝ છે. બાકીના તમામ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં અચાનક કેસ ઘટવા અને ગ્રામ્યમાં કેસ વધવાની ઘટના પહેલી વખત નથી થઈ આ પહેલા પણ આવું કરવામાં આવતું હતું. રાજકોટમાં અત્યાર સુધીમાં 6 ઓમિક્રોન કેસ નોંધાયા હતા. જોકે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીને કોરોના થતાં તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા જેમાં ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું જાહેર થયું છે.

રાજકોટ ગ્રામ્યમાં કુલ 280 એક્ટિવ કેસ
કોરોના અંગેના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તા.8ને શનિવારના રોજ ધોરાજીમાં સૌથી વધુ 24 કેસ, ગોંડલમાં 18, ઉપલેટામાં 13, જેતપુરમાં 11, જામકંડોરણામાં 11, રાજકોટમાં 10 કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસનો આંક 280 પર પહોંચ્યો છે. જેથી કોરોના સામે લડવા તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગ્રામ્યમાં સૌથી વધુ ધોરાજીમાં 138 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન
ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસમાં વધારો થતા તાલુકામાં ફરી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 254 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જે-તે વિસ્તારને કેસમાં વધારો થતા તે વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે. સૌથી વધુ કેસ ધોરાજી તાલુકામાં સામે આવતા માત્ર ધોરાજીમાં જ 138 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ગોંડલ તાલુકામાં 45, જેતપુરમાં 29, ઉપલેટામાં 13, રાજકોટ તાલુકામાં 10, જસદણમાં 7, લોધિકામાં 4, જામકંડોરણામાં 4, પડધરીમાં 2, કોટડાસાંગાણીમાં 2 એમ કુલ 254 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

ધોરણ 10થી 12ની શાળાઓ ચાલુ પણ મોટાભાગ વિદ્યાર્થીઓની ગેરહાજરી
સૌરાષ્ટ્રમાં કેસની સંખ્યા વધી રહી છે પણ છેલ્લા ઘણા સમય બાદ એક જ દિવસે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને શહેરોમાં કોરોના કેસ નોંધાયા હોય તેવું પહેલીવાર બન્યું છે. આ કારણે રાજકોટના 257 અને અન્ય જિલ્લાઓમાં 239 સહિત 496 કેસ નોંધાયા છે. રાજકીય મેળાવડાંઓ, રેલીઓ અને સરપંચ સન્માન સહિતના કાર્યક્રમોમાં ભીડ ભેગી કરાતા ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યા વધી ગઈ જ્યારે મનપા વિસ્તારમાં ઘટી ગઇ.

અન્ય સમાચારો પણ છે...