તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકતા ઓલમ્પસ હોસ્પિટલને 10000નો દંડ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક ન પહેરનાર 49 લોકોને 1-1 હજારનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે સતત બીજા દિવસે ખાનગી હોસ્પિટલ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ નાખતા ઓલમ્પસ હોસ્પિટલ પાસેથી 10 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં માસ્ક વગર ફરતા 49 લોકો પાસેથી એક એક હજારનો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક અંગે ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં શનિવારે શહેરના વિવિધ સ્થળોએ મહાનગરપાલિકાની ટીમે ચેકિંગ શરૂ કર્યું હતું.

જેમાં 49 લોકો માસ્ક નહીં પહેરનાર મળી આવતા 49 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન જોહરમાં બાયોમેડિકલ વેસ્ટ નાખવા બદલ ઓલમ્પસ હોસ્પિટલના સંચાલકોને 10 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મુખ્યમાર્ગો પરથી દબાણ હટાવવાની કામગીરી ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, જગ્યા રોકાણ શાખાની ટીમ કામગીરી કરી રહ્યું છે.

ફાયરમેનની ભરતીમાં મહિલા માટે સાત જગ્યા અનામત
મનપાએ ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં 25 ફાયરમેનની ભરતીમાં 7 જગ્યા મહિલા માટે અનામત રાખી છે. જોકે નિયમ મુજબ જો મહિલા ઉમેદવાર નહીં મળે તો મેરિટના આધારે પુરુષની ભરતી કરી શકાશે.ભરતીમાં ફાયરમેનના ફોર્મ 6 જાન્યુઆરી સુધીમાં ભરી શકાશે. જેમાં શૈક્ષણિક લાયકાત ધો.3 પાસ રાખી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો