ન્યાય માટે ઉમેદવારી:રાજકોટમાં વોર્ડ નં.10ના વૃદ્ધે ડો.બાબા સાહેબ આંબેડકરના નામની અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી, થોડા સમય પહેલા પ્રતિમા રાતોરાત ગાયબ થતા ન્યાય માટે ફોર્મ ભર્યુ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ વોર્ડ નં.10ના વૃદ્ધે ડો.બાબા સાહેબ આંબેડકરના નામે ફોર્મ ભર્યુ. - Divya Bhaskar
રાજકોટ વોર્ડ નં.10ના વૃદ્ધે ડો.બાબા સાહેબ આંબેડકરના નામે ફોર્મ ભર્યુ.
  • વૃદ્ધ ડો.આંબેડકરના ફોટા સાથેનું ટી-શર્ટ પહેરી ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે થોડા દિવસ બાકી રહ્યાં છે. ત્યારે આજે રાજકોટ મનપાની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ભાજપ, કોંગ્રેસ, NCP અને આમ આદમી પાર્ટીના મોટા ભાગના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે. ત્યારે શહેરના વોર્ડ નં.10માં એક વૃદ્ધે પ્રેમ મંદિર પાસે થોડા સમય પહેલા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં રાતોરાત ગાયબ થતા ન્યાય માટે ડો.બાબા સાહેબ આંબેડકરના નામે અપક્ષમાંથી ફોર્મ ભર્યુ છે.

રવજીભાઇ પરમાર નામની વ્યક્તિએ ડો.બાબા સાહેબ આંબેડકરના નામની ઉમેદવારી નોંધાવી.
રવજીભાઇ પરમાર નામની વ્યક્તિએ ડો.બાબા સાહેબ આંબેડકરના નામની ઉમેદવારી નોંધાવી.

ફોર્મમાં ડો.આંબેડકરનું નામ જોવા મળતા ઉપસ્થિત લોકો આશ્ચર્યચકિત બન્યા
વોર્ડ નં.10માં પ્રેમ મંદિર પાસે રહેતા રવજીભાઇ પરમાર નામના વૃદ્ધે બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથેનું ટી-શર્ટ પહેરી ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા. પરંતુ ફોર્મમાં પોતાના નામની જગ્યાએ ડો. ભીમરાવ રામજી આંબેડકરની પ્રતિમા લખેલું જોવા મળ્યું હતું. રવજીભાઇ ડો.બાબા સાહેબ આંબેડકરના નામની ઉમેદવારી અપક્ષમાંથી નોંધાવતાઉપસ્થિત સૌ કોઇ આશ્ચર્યમાં પડી ગયા હતા.

કોંગ્રેસમાં ટિકિટ ન મળતા વોર્ડ નં.13ના કાર્યકરે પુત્રને અપક્ષમાં ફોર્મ ભરાવ્યું
રાજકોટના વોર્ડ નં.13માં મહિલા કાર્યકર સરોજબેન રાઠોડને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા પુત્ર રાકેશભાઇ રાઠોડને અપક્ષમાંથી ફોર્મ ભરાવ્યું છે.તેમજ હીનાબેન વડોદરિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી NCPમાંથી ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...