આત્મહત્યા:રાજકોટમાં જૂના માર્કેટ યાર્ડ નજીક 21 વર્ષના યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો, બે મહિના પહેલા સગાઈ થઈ હતી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક તસવીર છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક તસવીર છે.
  • મૃતક પશુપાલન કરવા સાથે જુના માર્કેટ યાર્ડમાં મજૂરી કામ પણ કરતો હતો

રાજકોટના જુના માર્કેટ યાર્ડ નજીક હોટેલ ગાર્ડન ડિનર ક્લબ પાછળ મફતીયાપરામાં રહેતાં 21 વર્ષીય રામજી મોમભાઇ પરમારે ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાય ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રામજીની બે મહિના પહેલા સગાઈ થઈ હતી.

મૃતક ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક મફતિયાપરામાં રહેતા 21 વર્ષીય રામજી પરમાર નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાન રામજી પરમાર ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. જે પોતે પશુપાલન કરવા સાથે જુના માર્કેટ યાર્ડમાં મજૂરી કામ પણ કરતો હતો. તેના પિતા હયાત નથી.

પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી
પરિવારજનોના કહેવા મુજબ બે મહિના પહેલા જ યુવાનની સગાઇ રાજકોટની યુવતી સાથે કરવામાં આવી હતી. રામજીને આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ ન હતું. ત્યારે હાલ સમગ્ર મામલે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ અશ્વીનભાઇ રાઠોડે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.