તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે:ઓખા-રાજકોટ અને વાંકાનેર-મોરબી 3જીથી રોજ ટ્રેન દોડશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

યાત્રિકોની સુવિધાને ધ્યાને લઇને રાજકોટ રેલવે ડિવિઝનની ઓખા- રાજકોટ અને રાજકોટ-મોરબી સ્પેશિયલ ટ્રેનની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ બન્ને ટ્રેન 3 સપ્ટેમ્બરથી દૈનિક દોડશે. આ બન્ને ટ્રેનમાં રિઝર્વેશન કરાવવાની જરૂર રહેશે નહિ.

રાજકોટ રેલવે વિભાગે જાહેર કરેલા ટાઇમટેબલ મુજબ ઓખા- રાજકોટ સ્પેશિયલ દૈનિક ઓખાથી રાત્રે 9.30 કલાકે પ્રસ્થાન કરશે. જે બીજે દિવસે સવારે 4.45 કલાકે રાજકોટ પહોંચશે આ ટ્રેન 3 સપ્ટેમ્બરથી દોડશે. એવી જ રીતે રાજકોટ- ઓખા સ્પેશિયલ દૈનિક રાજકોટથી રાત્રે 11.20 કલાકે પ્રસ્થાન કરશે અને બીજે દિવસે સવારે 6.00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન ચાર સપ્ટેમ્બરથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે.

આ ટ્રેન આવતા અને જતી વેળાએ મીઠાપુર, દ્વારકા, ભાટિયા, ભોપાલકા, ખંભાળિયા, જામનગર, હાપા, આલિયાબાડા, જામવંથલી, હડમતિયા, પડધરી ઊભી રહેશે. આ સિવાય વાંકાનેર-મોરબી ટ્રેન અનારક્ષિત ટ્રેન દૈનિક દોડશે. ટ્રેન સંખ્યા 09441- 09444 વાંકાનેર- મોરબી સ્પેશિયલ ટ્રેન 3 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે. ટ્રેનના સમયપત્રક, તેના રૂટ વિશેની માહિતી જાણવા માટે રેલવે વિભાગની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...