તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઓખા-હાવડા તથા પોરબંદર-હાવડા ટ્રેનની ટ્રિપ વધારાઈ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વધારાની ટ્રિપ બે મહિના માટે દોડાવાશે

રેલવે તંત્રે પોરબંદર-હાવડા તથા ઓખા-હાવડા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારાની ટ્રિપ બે મહિના સુધી દોડશે. જેમાં ઓખા-હાવડા દર રવિવારે અને પોરબંદર-હાવડા દર બુધવારે અને ગુરુવારે ઉપડશે.

નવા ટાઈમટેબલ મુજબ ટ્રેન નંબર 02905-02906 ઓખા-હાવડા સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની વધારાની ટ્રિપની શરૂઆત 27 જૂનથી થશે અને તે 29 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ ટ્રેન દર રવિવારે ઓખાથી ઉપડશે. જ્યારે ટ્રેન નંબર 02906 હાવડા-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની વધારાની ટ્રિપ 29 જૂનથી શરૂ થશે અને તે 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. હાવડા-ઓખા ટ્રેન દર મંગળવારે હાવડાથી ઉપડશે.

ટ્રેન નંબર 09205-09206 પોરબંદર-હાવડા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સપ્તાહમાં બે વખત બુધવાર અને ગુરુવારે પોરબંદરથી ઉપડશે. આ વધારાની ટ્રિપ 30 જૂનથી 26 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. જ્યારે હાવડા- પોરબંદર દ્વિ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે અને શનિવારે દોડશે. આ ટ્રેનની વધારાની ટ્રિપનો પ્રારંભ 2 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી આ ટ્રિપ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...