સ્ટેશન પર સ્ટોપ:ઓખા-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન ખંભાળિયા સ્ટેશન પર સ્ટોપ કરશે, સૌરાષ્ટ્ર મેલને નડિયાદ સ્ટેશન પર સ્ટોપ અપાયું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા, દ્વારકાથી ગોરખપુર જતા યાત્રિકોની સુવિધામાં વધારો થયો છે. યાત્રિકોની માગણીને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવેએ ઓખાથી ગોરખપુર જતી તથા ગોરખપુરથી ઓખા જતી ટ્રેન હવે ખંભાળિયામાં સ્ટોપ કરશે. આ સિવાય ઓખ- મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલને નડિયાદ સ્ટેશન પર સ્ટોપ આપવાનું નક્કી કર્યું છે.

આ સિવાય ઓખા-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન રવિવારે રાત્રે 11 કલાકે ખંભાળિયા સ્ટેશન પર આવશે અને તે 11.02 કલાકે ત્યાંથી ઉપડશે. ઓખા- ગોરખપુર ટ્રેન દર રવિવારે રાત્રે 11 વાગ્યે ખંભાળિયા સ્ટેશન પર આવશે. જ્યારે ગોરખપુર- ઓખા ટ્રેન નં. શુક્રવારે મધરાતે (શનિવારે) 01:26 વાગ્યે ખંભાળિયા રેલવે સ્ટેશન પર આવશે. નોંધનીય છે કે આ પહેલા ટ્રેનને કોઈ સ્ટોપેજ અપાતું નહોતું પરંતુ યાત્રિકો તરફથી માગણી ઊઠતા આ માગણી સ્વીકારવામાં આવી છે. જેથી મુસાફરોની સુવિધામા વધારો થયો છે. આ સિવાય ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલને નડિયાદ સ્ટેશન પર સ્ટોપ અપાશે.

અન્ય સમાચારો પણ છે...