ભાસ્કર વિશેષ:ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ આવતા જતા રદ કરાઈ, 7 ટ્રેનના શિડ્યૂલમાં ફેરફાર, 5 ટ્રેન મોડી પડશે

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેર-સિંધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે 7થી 9 જૂન રેલ ટ્રાફિક ખોરવાશે

રાજકોટ ડિવિઝનના વાંકાનેર-સિંધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે 7થી 9 જૂન રેલ વ્યવહારને અસર થશે. બે ટ્રેન રદ કરવામાં આવી છે જ્યારે 7 ટ્રેનના શિડ્યૂલમાં ફેરફાર કરાયો છે. 5 ટ્રેન તેના નિયત સમય કરતાં મોડી પડશે તેમ રેલવેના રાજકોટ ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું.

કાલે મંગળવારે ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ અને બુધવારે 8 જૂનના રોજ દિલ્હી સરાઈ રોહિલ્લા- ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ થશે. જ્યારે 8 જૂને મુંબઈ સેન્ટ્રલ - ઓખા સૌરાષ્ટ્ર મેલ મુંબઈ સેન્ટ્રલથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.

9 જૂનના રોજ ઓખા-સોમનાથ એક્સપ્રેસ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 30 મિનિટ મોડી ઉપડશે. આજ દિવસે પોરબંદર- શાલિમાર એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે. 7 જૂને શાલિમાર-પોરબંદર એક્સપ્રેસ શાલિમારથી તેના નિર્ધારિત સમય કરતાં 4 કલાકે મોડી ઉપડશે.

8 જૂને જબલપુર - સોમનાથ એક્સપ્રેસ જબલપુરથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી ઉપડશે. 9 જૂને વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી ઉપડશે. અને સોમનાથ-જબલપુર એક્સપ્રેસ સોમનાથથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે. જેની યાત્રિકોએ નોંધ લેવા રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.

આ ટ્રેન તેના માર્ગમાં 50 મિનિટ મોડી પડશે

  • 8 જૂને સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ
  • 9 જૂને રાજકોટ-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ
  • 9 જૂને વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
  • 9 જૂને ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ
  • 9 જૂને ઓખા-વારાણસી એક્સપ્રેસ

આ તમામ તારીખે ટ્રેન તેના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે. મુસાફરો આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન અને ફેરફાર માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવ્યું છે. આ ઉપરાંત અન્ય ટ્રેન તેના નિર્ધારિત સમયપત્રક મુજબ ચાલશે જેની નોંધ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...