તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દ્વારકાના દરિયામાંથી શંકાસ્પદ જહાજ પકડાયું, 13 ક્રૂ મેમ્બરની અટકાયત, ઓખા કોસ્ટગાર્ડે પૂછપરછ હાથ ધરી

દ્વારકા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બોટને ઝડપી લેવામાં આવી - Divya Bhaskar
ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બોટને ઝડપી લેવામાં આવી
  • દ્વારકાના સલાયાના શંકાસ્પદ જહાજને ઝડપી લેતી સુરક્ષા એજન્સી

દ્વારકાના સલાયાનું એક માલવાહક જહાજની ઓખા દરિયામાં શંકાસ્પદ હિલચાલ લાગતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું. બાદમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે અત્યાર સુધી કોઇ અનઅધિકૃત બાબત જાણી શકાઈ નથી. પરંતુ હાલ તપાસ ચાલી રહી છે. જહાજમાંથી 13 ક્રૂ મેમ્બરની અટકાયત કરવામાં આવી છે. હાલ ઓખા કોસ્ટગાર્ડ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બુધવારે IMBL નજીક માછીમારી કરતી પોરબંદરની 5 બોટ કોસ્ટગાર્ડે ઝડપી હતી
પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા બુધવારે દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન અન્ય જિલ્લાની 5 અને પોરબંદરની 5 બોટનો ફિશિંગ ઝોન તેમજ IMBL નજીક માછીમારી કરતા ઝડપાઇ હતી. જેથી કાર્યવાહી માટે ફિશરીઝ વિભાગને સોંપવામાં આવતા આ તમામ બોટના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. પોરબંદરની 5 બોટ અને અન્ય જિલ્લાની 5 બોટ મળી આવી હતી. જેથી વધુ દસ્તાવેજી કાર્યવાહી માટે પોરબંદરના ફિશરીઝ વિભાગને કાર્યવાહી સોંપવામાં આવી હતી.

5 બોટના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા
ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સોદ્યોગ નિયામક દ્વારા આ પોરબંદરની તમામ 5 બોટના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પકડાયેલી 5 બોટમાંથી 2 બોટ એક કરતા વધુ વખત પકડાઈ હોવાથી તેમના ડિઝલકાર્ડ કાયમી માટે રદ કરવામાં આવ્યા હતા. જ્યારે પાંચેય બોટના ડિઝલકાર્ડ એક વર્ષ માટે રદ કરવામાં આવ્યા હતા.

(સુભાષસિંઘ લોહાનીવાલ, દ્વારકા)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો